માત્ર 1500 રૂપિયાના ACથી ઘર બનશે શિમલા જેવુ Cool, આ છે ડીલ

બુધવાર, 30 માર્ચ 2022 (13:52 IST)
AC On Rent: એપ્રિલની શરૂઆત થવાની છે અને આ સાથે જ તાપમાનનો પારો પણ વધવાની શક્યતા છે. આવામાં જો તમે પણ જો એસીનુ કુલિંગ મેળવવા માએ એસી ની ડીલ્સ હાલ શોધી રહ્યા છો તો આ સમાચાર તમારે માટે જ છે. એક સરસ એસી ખરીદવા જાવ તો માર્કેટમાં તેની કિમંત 30 હજારની આસપાસ શરૂ થઈ જાય છે.  બીજી બાજુ એસી ખરીદવાનો મતલબ તેનો પુરો ખર્ચ ઉઠાવવો. એસીના ખર્ચનો મતલબ ફક્ત તેની કોસ્ટ પ્રાઈસ સાથે જ નહી તેના મેંટેંનેસના ચાર્જેસ પણ ઉઠાવવા પડે છે. આ રિપોર્ટમાં તમને ડીલ વિશે બતાવીશુ. જેને જાણીને તમારુ દિલ ખુશ થઈ જશે. એસીની કુલિંગ ઈચ્છો છો પણ વધુ ખર્ચના વિકલ્પ પર જવા નથી માંગતા તો ભાડા પર એસી ખરીદી શકો છો. 
 
આ મલે છે ડીલ 
 
રેંટોમોજો પાસેથી ભાડાનુ એસી ખરીદો છો તો આ માટે તમને 1 ટન કૈપેસિટીવાળા સ્પિલ્ટ એયર કંડીશનર માટે દર મહિને 1399 રૂપિયાની તેની શરૂઆત થાય છે. સિક્યોરિટી ડિપોઝીટના રૂપમાં 1 ટન કેપેસિટીવાળા એયર કંડીશનરને ભાડા પર લેવા માટે 1949 રૂપિયાની રકમની ચુકવણી કરવાની હોય છે. રેંટોમોજો 1500 રૂપિયા ઈસ્ટોલેશન ચાર્જ માટે લે છે. 
 
બીજો વિકલ્પ તમારે ફેરરેંટનો મળે છે. ફેયરેંટથી 1.5 ટનનો વિંડો એસી ભાડા પર લેવા માટે 1,375 રૂપિયા દર મહિને ચાર્જે આપવાનુ હોય છે. તેમા ઈસ્ટોલેશન ચાર્જ સાથે યૂનિટ સાથે બંડલ કરવામાં આવેલ સ્ટેબેલાઈઝર પણ સામેલ છે. એટલુ જ નહી ફેયરેંટ આ દરમિયાન અનેક અન્ય ફ્રી સર્વિસ પણ પુરી પાડે છે.  સમગ્ર સમર સીઝન માટે એસી લેવા માંગો છો તો ફેરરેંટ કંઈક સારી ડીલ પણ તમને આપે છે. 
 
સિટીફર્નિશ 1 ટન ક્ષમતાના વિન્ડો AC ભાડે આપવા માટે દર મહિને રૂ. 1,069 ચાર્જ કરે છે. 1 ટન સ્પ્લિટ AC માટે દર મહિને 1,249 રૂપિયા ચૂકવવા પડશે. AC લગાવવા માટે 1,500 રૂપિયા અને સિક્યોરિટી ડિપોઝિટ માટે 2,799 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર