રિલાયંસ લાઇફે ગેરેન્ટી પ્લાન લોન્ચ કર્યો

ભાષા

રવિવાર, 21 ફેબ્રુઆરી 2010 (16:56 IST)
અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ લાઇફ ઇંશ્યોરેંસે ‘રિલાયંસ હાઇએસ્ટ નેટ અસેટ વૈલ્યૂ ગેરેન્ટી પ્લાન’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક નવી યૂનિટ લિંક્ડ પોલીસી છે જે વીમા ધારકને શ્રેષ્ઠ રિટર્ન આપશે.

કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે કે, આ પોલીસીની ખાસ વાત એ છે કે, તેમાં સપૂર્ણ પોલિસી અવધી માટે દૈનિક આધાર પર નેટ અસેટ વૈલ્યૂની ગણના કરવામાં આવશે ન કે, નિર્ધરિત તારીખના આધાર પર.

રિલાયંસ લાઇફના અધ્યક્ષ મલય ઘોષે કહ્યું, ‘તેમાં રિટર્નમાં ઘટાડાનું કોઈ જોખમ નથી અને ગ્રાહક મોટેભાગ એનએવી પ્રાપ્ત કરવાની સંતુષ્ટિ સાથે શેર બજારમાં તેજીનો લાભ ઉઠાવી શકશે.

વેબદુનિયા પર વાંચો