Skin Care tips- આઈબ્રો બનાવ્યા પછી બળતરા અને રેશેજથી રહો છો પરેશાન તો અજમાવો આ ઘરેલૂ ઉપાય
સોમવાર, 1 નવેમ્બર 2021 (10:22 IST)
મહિલાઓ સુંદર જોવાવા માટે આઈબ્રોને શેપ બનાવે છે દર 15 દિવસમાં એક વાર આઈબ્રો બનવાવી જોઈએ. આઈબ્રો તમારા ચેહરાને શેપને પૂર્ણ રીતે બદલી નાખે છે.
આઈબ્રોને સારો શેપ લુકને સારું જોવાવામાં મદદ કરે છે. કેટલાક લોકોની ત્વચા વધારે સેંસેટિવ હોય છે. જેના કારણે આઈબ્રો બનાવતા સમયે વધારે દુખાવો થાય છે.
બરફના ટુકડાથી મસાજ કરવું
આઈબ્રો બનાવતા સમયે જો તમને બળતરા અને ખીલ થઈ જાય છે તો તરત બરફનો ટુકડો લગાવીને આઈબ્રો પર મસાજ કરવી. આવુ કરવાથી ત્વચાની ખીલ અને
બળતરાની સમસ્યાને ઓછુ કરી શકાય છે.
કાચુ દૂધ લગાવો
દૂધમાં પ્રોટીન હોય છે જે થ્રેડિંગથી થતા બળતરા, રેડનેસ અને સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે તે સિવાય પણ કાચું દૂધ ત્વચાના બળતરાને ઓછુ કરવામાં મદદ કરે છે.
તેમાં રૂ ડુબાડી લગાવી શકો છો. કાચુ દૂધ ત્વચાને હાઈડ્રેડ કરવામાં મદદ કરે છે.
ગર્મ ટૉવેલથી શેકાઈ કરવી
જો તમે થ્રેડિંગ કરાવવા જઈ રહ્યા છો તો તેનાથી પહેલા આઈબ્રોની આસપાસના ભાગને ગરમ ટૉવલેથી શેકી લો. આવુ કરવાથી થ્રેડિંગ દરમિયાન દુખાવો ઓછુ થશે અને રેડનેસની સમસ્યાથી છુટકારો મળશે.
એલોવેરા જેલ
ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા જેલ લગાવો. જો તમને આઈબ્રો બનાવ્યા પછી બળતરા, રેડનેસ અને ખીલની સમસ્યાથી પરેશાન છો તો એલોવેરા જેલ લગાવો. આ પિંપલ્સ અને ખીલને ઓછુ કરવામાં મદદ કરે છે.