ચહેરા પર દાગધબ્બા કે બ્લેમિશિઝ થયા હોય તો તેને માટે એક સરસ ઉપાય છે. પાકાં કેળાંના ટુકડાનો માવો કરી લો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ રીતે નિયમિત કરવાથી ચહેરા પરના કાળા ડાઘ દૂર થશે અને ત્વચા કાંતિવાન બનશે.
- સપ્તાહમાં એક વાર ત્વચાને સ્ક્રબથી એક્સફોલિએટ જરૂર કરો. તેના માટે એક ચમચી રવો, એક ચમચી ચણાનો લોટ, એક ચમચી જવનો લોટ અને એક ચમચી હળદર ભેળવીને એક ડબ્બામાં ભરી લો. સપ્તાહમાં એક વાર આમાંથી એક ચમચી મિશ્રણ લઈ તેમાં એક ચમચી ગુલાબજળ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરી પેસ્ટ બનાવો અને હળવા હાથે ચહેરા પર રગડો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આમ કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો કાંતિવાન બનશે.