મીડિયાને માત આપનાર એક માત્ર મોદી

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:09 IST)
W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) આજે રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વંલંત વિજય મેળવતા જાહેર થઇ ગયું કે રાજ્ય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના તમામ મીડિયાને જો કોઇ માત આપી શકે તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે.

રાજ્યમાં એવી ચર્ચા કરવામાં આવે છે કે મોદી કેટલો શક્તિશાળી છે. તેઓ મીડિયાને પણ હરાવી શકે છે. આજે એમ મનાય છે કે કોર્પોરેટ મીડિયા જ તાકાત ધરાવે છે. આ બાજુ રાષ્ટ્રીય મીડિયા પણ એવી ભ્રમણામાં રાચે છે કે તે ધારે તેની સત્તા ટકાવી શકે કે ધારે તેની સરકાર રચાવી શકે છે પરંતુ ગુજરાતમાં મોદીત્વના વિજયથી આ ભ્રમણા તૂટે છે. તેણે દેશના દિગ્ગજ ગણાતાં મીડિયા અગ્રણીઓની ઉપેક્ષા કરી હતી.
મોદીએ ભારતનો પ્રથમ રાજકારણી છે કે જેણે રાષ્ટ્રીય મીડિયાને હરાવ્યું છે. તેનો અપપ્રચાર કરવામાં મીડિયાએ કંઈ પણ બાકી રાખ્યું ન હતું. જો કે તેના કારણે લોકોને મોદી પ્રત્ય સહાનુભુતિ થવા લાગી હતી. જ્યારે મીડિયાએ મોદીનો અપપ્રચાર કર્યો હતો ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમને મુન્નાભાઈની સ્ટાઈલમાં બુકે આપ્યાં હતાં.

જેમ જેમ મીડિયા તેની વિરુધ્ધ બોલતું ગયું તેમ તેમ સામાન્ય માનવીને લાગ્યું હતું કે કેટલાંય લોકો તેને વિકાસની કામગીરી કરવા પણ દેતાં નથી. કોંગ્રેસની સૌથી મોટી ભુલ મોદી વિરોધી અપપ્રચાર છે. જો કે હવે તેઓ તેમની જ જાળમાં ફસાયા છે. કોંગ્રેસ નેતાઓ એમ માનતાં રહ્યાં હતાં કે અપપ્રચાર કરીને તેઓ મોદીનું અસ્તીત્વ મીટાવી દેશે પરંતુ તેની વિરુધ્ધ તેમણે મોદીની સ્થિતિ વધુ મજબુત કરી હતી.

વેબદુનિયા પર વાંચો