પ્રચાર સામગ્રીના વેચાણમાં મંદી

.
PTI
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિ અને દોડધામ વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને પ્રચાર સાહિત્ય બજારમાં મુકાઈ ગયા છે. જોકે હજી સુધી પ્રચારસાહિત્યના બિઝનેસમાં ગરમાવો આવ્યો નથી.

ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય સામે વેચાણ કરતા લખનૌના લાદેન્દરસિંહના જણાવ્યા મુજબ ‘આ વર્ષે ચૂંટણીનું વાતાવરણ જોતાં ઘણી બધી નવી આઇટમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં કલાત્મક ખેસ. તોરણ, રાગળના બિલ્લા, ટી-શર્ટ બીજેપીના લોગોવાળા લેડીઝ પર્સ, ટુ ઇન વન જાયમેન્શન સ્ટિકર્સ, પેન, ઘડિયાળો વગેરેનો સમાવેશ થાય છે. જોકે વેચાણમાં હજુ જોઈએ તેવુ વાતાવરણ જોવા નથી મળતુ.''
અન્ય એક દુકાનદાર અમિત અગ્રવાલ કહે છે કે, ‘‘અમે લોકો 1લી નવેમ્બરથી જ આ સ્ટોલ લગાવીને બેઠા છીએ, પરંતુ વેચાણ માત્ર બે દિવસથી જ શરૂ થયું છે. એક સ્ટોલ બનાવવા પાછળનો કુલ ખર્ચ રૂ.80 થી 90 હજાર સુધીનો થઈ જાય છે.''

PTI
ભાજપ તરફથી આવો ઠંડો પ્રતિસાદ મળે તો બીજીબાજુ કોંગ્રેસે ચૂંટણી પ્રચારના વેચાણની નામમાત્ર શરૂઆત પણ નથી થઈ. દિલ્હીથી આવેલા અને પરંપરાગત ચૂંટણી પ્રચાર ચીજવસ્તુઓનો વેપાર કરતા વિમલ જૈન અને યોગેશકુમાર કોંગ્રેસના પ્રચારની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે, પરંતુ સ્ટોલ પર આજ દિન સુધી એક પણ વ્યક્તિએ ખરીદી ન કરી હોવાથી તેમને આ વર્ષે ધંધો ખોટનો લાગી રહ્યો છે. યોગેશ કુમાર જણાવે છે કે ‘અમે બારેમાસ આ જ ધંધામાં પ્રવૃત્ત છીએ. આ વર્ષે ચૂંટણીનો માહોલ જોતાં ભાજપનું પલ્લું ભારે હોવાથી લોકો એવું વિચારીને માલ નથી લેતા કે ભાજપ સરકાર આવી જ રહી છે તો ખર્ચ શું કામ કરવો ? અથવા તો આ ખર્ચ કર્યા બાદ હારી જઈશું તો! કોંગ્રેસીઓ પોતે બહુમતીથી જીતવાનો દાવો કરતા હોવા છતાં ખરીદી કે ખર્ચ કરવા તૌયાર નથી.''

અવનવી બોલપેનથી માંડીને ઘડિયાળ સાથેના ચૂંટણી પ્રચારનો માલ તૈયાર કર્યા બાદ પણ સ્ટોલમાં યોગ્ય વેચાણ ન થયું હોવાની બૂમાબૂમ કોંગ્રેસ સ્ટોલમાં પડી રહી છે તો બીજી બાજુ અમદાવાદ, દિલ્હી વગેરે જગ્યાએથી માલ લાવી 4 થી 5 લાખ સુધી રોકાણ કરનાર ભાજપની ચૂંટણી પ્રચારની ચીજવસ્તુઓમાં પણ હજુ સુધી ગરમી નથી. આ હકીકત છે.

પ્રચાર ચીજવસ્તુઓ કિંમત (રૂપિયામાં)

PTI
ફેન્સી ખેસ - 1.50 થી 150
અવનવા ઝંડા - 2 થી 70
મેટલ બેચીસ - 2 થી 10/15
પ્લાસ્ટિક પેકેટ્સ - 200 થી 2000
ટી-શર્ટ - 40 થી 45
ટોપી - 3 થી 15
પેન - 50 થી 150
ઘડિયાળ - 40 થી 500