લાખો હાર્દિક મારી સાથે... હુ લોકોનો એજન્ટ છુ - હાર્દિક

ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (16:52 IST)
હાર્દિકની ઉમંર હજુ એટલી નથી થઈ કે તે ભારતીય સંવિધાન મુજબ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે પણ તેમ છતા તેણે પોતાનુ કદ જરૂર વધારી લીધુ છે કે ગુજરાત વિધાનસભાનો ઉલ્લેખ થતા જ તેનુ નામ સૌના મોઢે આપમેળે જ આવી જાય છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ કશુ પણ બોલે છે.. કશુ પણ કરે છે તો તે ચર્ચા બની જાય છે.. હાર્દિક પટેલે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ મુદ્દા પર પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો.. જે લોકોક તેમના મોઢે સાંભળવા ઈચ્છે છે. 
24 વર્ષીય હાર્દિકે બોટાદ જીલ્લામાં નુક્કડ સભાઓ સાથે રોડ શોમાં ભાગ લીધો. હાર્દિકની કોશિશ ગુજરાતના પાટીદાર સમુહને પોતાની સાથે જોડવાનો છે. બોટાદમાં હાર્દિકના રોડ શો દરમિયાન 50 કાર અને 200 બાઈકર્સ હતા. પાટીદારોની ખાસી સંખ્યા ધરાવતા આ ક્ષેત્રમાં ખાસ રૂપે ગામમાં હાર્દિકનુ તેમના સમર્થકોએ જોરદાર સ્વાગત કર્યુ. 
 
બુધવારે સાંજે હાર્દિકે જુલાઈ 2015ના મામલે બિન જામીની વોરંટ રિસીવ કર્યુ હતુ. આ મામલો હાર્દિક પર મેહસાણા જીલ્લામાં બીજેપી નેતાઓની ઓફિસમાં તોડફોડન આરોપ સાથે જોડાયેલી છે. આ બિન જમાનતી વોરંટની બાબત હાર્દિકે કહ્યુ.. જો તેઓ મારી ધરપકડ કરે છે તો અમારા આંદોલનને વેગ મળશે. આ આંદોલનમાં લાખો હાર્દિક મારી સાથે છે.. ધરપકડ કરવાથી આ આંદોલન રોકાય નહી. કારણ કે આ જન આંદોલન છે. જોકે ગુરૂવારે આ મામલે તેમણે જામીન મળી ગઈ. 
 
હાર્દિકે બીજેપીની તરફથી તેમને કોંગ્રેસની B ટીમ કે કોંગ્રેસના એજંટ બતાવતા કહ્યુ, તેમણે બતાવવુ જોઈએ કે કોંગ્રેસનો એજંટ કોણ છે હુ છુ કે પાટીદાર સમુદાય.. બીજેપી કોઈપણ મુદ્દે રાજ્યમાં સ્પષ્ટ નથી બોલી રહી. હુ દેશમાં અનેક ટોચના નેતાઓને મળી ચુક્યો છુ.  હુ સાર્વજનિક રૂપે નીતીશ કુમાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરેને મળ્યો.. દરેક જાણે છે કે હુ રાહુલ ગાંધીને પણ જલ્દી મળીશ. 
 
બીજેપી આરોપ લગાવી રહી છે કે જ્યારે હાર્દિક હોટલમાં કોંગ્રેસ નેતાઓને મળવા ગયા હતા તો તેમની પાસે એક બેગ હતી. તેના પર હાર્દિકે કહ્યુ કે એ સીસીટીવી ફુટેજમાં એ પણ  જોયુ હશે કે મે કપડા બદલ્યા હતા.  હુ જ્યારે અંદર ગયો હતો ત્યારે મે હાફ શર્ટ પહેર્યુ હતુ અને જ્યારે હુ બહાર આવ્યો તો મે ફુલ શર્ટ પહેર્યુ હતુ.. તો દેખીતુ છે કે એ બેગમાં મારા કપડા હતા. 
 
ઓપિનિયન પોલ્સ બતાવી રહ્યા છે કે બીજેપી પાસે ગુજરાતમાં સરકાર બનાવવા માટે ખાસી બઢત છે. પણ જો હાર્દિક સાર્વજનિક રૂપે કોંગ્રેસ સાથે હાથ મિલાવે છે તો બીજેપીના હાથમાંથી કેટલીક સીટો સરકી શકે છે. ઓપિનિયન પોલ્સ પર હાર્દિકે કહ્યુ કે તેઓ હંમેશા ખોટા સાબિત થાય છે.. આ ભીડ જ મારી તાકત છે.. અને હુ તેમને માટે લડતો રહી.. કારણ કે હુ તેમનો એજંટ છુ..' 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર