ઈંટરનેશનલ ચેરિટી ડેનો ઇતિહાસ
સંયુક્ત રાષ્ટ્રએ કલકત્તામાં મધર ટેરેસાના પુણ્યતિથિ નિમિત્તે 05 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ તરીકે જાહેર કર્યો હતો. મધર ટેરેસાની પુણ્યતિથિ નિમિત્તે 5 સપ્ટેમ્બરની પસંદગી કરવામાં આવી હતી, જેઓ હંમેશા લોકોની સેવા કરવાના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. મધર ટેરેસાને 1979 મા ગરીબી અને સંકટમાંથી બહાર આવવાના સંઘર્ષમાં કરવામાં આવેલા કામ માટે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2012માં પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તર પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઈંટરનેશનલ ચેરિટી ડે ની સત્તાવાર જાહેરાત કરી, જેનુ સમર્થન બધા દેશોએ કર્યુ.