બાળપણમાં શિયાળાની ઠંડી ઠંડી રાતોમાં લોકોના ઘરમાં ગાજરનો હલવો બનતો હતો. હલવો મોટાભાગના લોકોની પ્રિય વસ્તુ છે. ગાજરના હલવામં માવો, ખાંડ, ડ્રાયફ્રૂટ્સ, ક્રીમ અને દૂધ સાથે બનાવાયેલો હલવો ડિનરને કંમ્પ્લીટ કરી દે છે. સાથે જ દિલ્હી જેવા શહેરમાં, શિયાળામાં દરેક લારી પર ગાજરનો હલવો વેચાય છે. પરંતુ આ માત્ર અત્યારથી જ નહી. જો હલવાના ઈતિહાસ પર નજર કરીએ તો, તે લગભગ 3000 વર્ષ પૂર્વેથી બનેલો છે. તેના ઈતિહાસમાં ઘણું બધું રસપ્રદ છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.