આ પ્રશ્નનો જવાબ સારી રીતે વાંચવો જરૂરી છે. કુતુબમીનારનુ નિર્માણ કુતુબુદ્દીન એબકે 1193માં શરૂ કર્યુ હતુ. એબકે કામ શરૂ જ કરાવ્યુ હતુ ને તેમનુ મૃત્યુ થઈ ગયુ. ઈત્તુતમિશ જે એબક પછી દિલ્લીની ગાદી પર બેસ્યો, તેણે તેમા વધુ ત્રણ માળ જોડ્યા. કુતુબમીનારમાં આગ લાગવાથી પાછળથી તેનુ પુનર્નિમાણ ફિરોઝ શાહ તુગલકના સમયમાં થયુ. આ પ્રશ્નનો જવાબ આપતી સમયે પ્રતિયોગિતા પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ગરબડ કરી નાખે છે. યાદ રહે કે કામ શરૂ એબલે કરાવ્યુ હતુ અને પુરૂ ઈલ્તુતમિશે કરાવ્યુ અને 1386માં દુર્ઘટના પછી મિનારને રિપેયર કરાવ્યુ ફિરોઝ શાહ તુગલકે.
કેટલાક ઈતિહાસકારો માને છે કે કુતુબુદ્દીન એબકના નામ પર જ આ મીનારનુ નામ પડ્યુ તો કેટલાક એવુ માને છે કે બગદાદના સંત કુતુબમીનાર બખ્તિયાર કાકીના નામ પર આ મીનારનુ નામ કુતુબમીનાર પડ્યુ. કાકી પછી ભારતમાં આવીને જ રહ્યા.
ઈલ્તુતમિશ તેમને ખૂબ જ માનતો હતો. 72.5 મીટર ઊંચી આ મીનાર યૂનેસ્કોની વિશ્વ મિલકત સ્મારકોની યાદીમાં પણ આનો સમાવેશ થાય છે.