મશહૂર હાસ્ય કલાકાર કપિલ શર્માએ સૂરતમાં પોતાના લાઈવ શોમાં 5,000 લોકોના આવવાની આશા હતી. પણ ત્યાં 25,000 લોકો આવ્યા. જેમાં એક બાળકી પોતાના માતા-પિતાથી ભૂલી પડી. પણ નસીબજોગે કપિલે તેને રડતાં જોઈ લીધી અને તેને પોતાના ખોળામાં લઈ લીધી.
કપિલ માટે સૂરતની આ ઘટના આંખો ખોલવાનો અનુભવ છે. તેણે કહ્યું કે મને લાગ્યુ કે ત્યાં 5,000 લોકો હશે. પણ ત્યાં 25,000 લોકો હતાં. ત્યાં ગુજરાતના દરેક ખુણાંથી લોકો આવ્યાં હતા. હું અત્યારે બીઝી શેડયુલના કારણે લાઈવ શો નહી આપી શકું. પણ આમ જોવા જઈએ તો "કામેડી નાઈટસ વિદ કપિલ "પણ એક લાઈવ શો છે. કપિલે કહ્યું કે જ્યારે સૂરતના લોકો મારા શો વિશે સાંભળ્યું તો તે બસો ભરી ગુજરાતના દરેક ખૂણેથી આવી ગયાં