Ravi Pushya Yog:સોના-ચાંદીની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (11:16 IST)
Ravi Pushya Yog: આ રવિવારે એટલે 10 સપ્ટેમ્બરે ખૂબ જ ફળદાયી અને દુર્લભ યોગોમાંનો એક રવિ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરીમાં રાશિચક્રની સાથે સાથે નક્ષત્રોની સ્થિતિ પણ જોવામાં આવે છે અને તે મુજબ વ્યક્તિને શુભ કે અશુભ ફળ મળે છે. 
 
જો રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોય તો તેને રવિ પુષ્ય યોગ કહેવાય છે. આ યોગમાં સોનું, વાહન, મકાન વગેરે ખરીદવું ખૂબ જ શુભ છે. જ્યોતિષમાં કુલ 27 નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
પુષ્ય નક્ષત્ર સોનું-ચાંદી, નવી કાર, નવું મકાન, મિલકત વગેરે ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે 10 સપ્ટેમ્બર, 2023 ના રોજ બની રહેલું રવિ પુષ્ય નક્ષત્ર કેટલીક રાશિઓ માટે વરદાન જેવું સાબિત થવાનું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર