Exam Stress: આ બે ઉપાયોથી બોર્ડની પરીક્ષાનો તણાવ થશે દૂર? તેઓ ટેન્શન ફ્રી થઈને પેપર આપી શકશે

મંગળવાર, 12 માર્ચ 2024 (21:48 IST)
Exam stress on students- હાલમાં  બોર્ડની  પરીક્ષાઓ ચાલી રહી છે, જેના માટે બાળકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે.  બોર્ડ  પરીક્ષાઓ  પછી સારી કોલેજ માટે પ્રવેશ પરીક્ષા આપવી પડશે. જેના કારણે બાળકો પર વધુ અભ્યાસ કરવાનું અને સારા નંબર મેળવવાનું દબાણ વધી રહ્યું છે.માતા-પિતાનું પીઅર પ્રેશર પણ તેના રંગ બતાવી રહ્યું છે. આવી સ્થિતિમાં બાળકો પર સારા માર્કસ મેળવવાનું દબાણ એટલું વધી રહ્યું છે કે તેઓ તણાવનો શિકાર બની રહ્યા છે.
 
માતા-પિતા આ બાબતોનું ધ્યાન રાખે
- બાળકોને યોગ્ય લાગે તે પ્રમાણે દિવસ-રાત અભ્યાસ કરવા દો
અન્ય બાળકો સાથે બાળકોની તુલના કરશો નહીં, દરેકની પોતાની ક્ષમતા હોય છે
બાળકો પાસેથી વ્યાજબી અપેક્ષાઓ રાખો, તેમના પર વધુ માર્કસ મેળવવાનું દબાણ ન કરો.
આવા સમયે બાળક માટે ભાવનાત્મક ટેકો જરૂરી છે. તેની સાથે તેની ભૂતકાળની નિષ્ફળતાઓ વિશે વાત ન કરો.
- જો બાળક લાંબા સમય સુધી અભ્યાસ કરવા માંગે છે, તો માતાપિતામાંથી એક તેની સાથે જાગે છે, તેનાથી તેનું મનોબળ વધે છે.
- તેના ડાયેટ પર ધ્યાન આપો. 
- તેને લીકવીડ અને ફ્રુટ, દૂધ જેવો હેલ્ધી ખોરાક ખવડાવો
- બે ઘડી તેની પાસે બેસીને થોડી મસ્તી મજાક કરી લો. 
આ સમયે બાળકો સાથે અભ્યાસ અને અભ્યાસક્રમ વિશે વાત ન કરો, ભવિષ્યની યોજનાઓ, કરિયર વગેરે વિશે પણ આ સમયે વાત ન કરો.
- મેં તને આવું કહ્યું હતું કે તું કેટલા નંબર લાવીશ તેવું  બાળકને કહેવાને બદલે અમે હંમેશા તારી સાથે છીએ.
 
બાળકોમાં પરીક્ષા તણાવના લક્ષણો
જો બાળક સતત માથાનો દુખાવો, શરીરનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા આવવા, ભુલાઈ જવું, ગભરાટ, બેચેની, વાંચનમાં રસ ન હોવો જેવી સમસ્યાઓ કહેતો હોય તો તેના પર ધ્યાન આપો. કદાચ તે ખૂબ જ તણાવમાં છે. એવું ન વિચારો કે તે અભ્યાસ ટાળવા માટે બહાનું બનાવે છે. આ કિસ્સામાં, તેને તરત જ સાઈકોલોજીસ્ટ અથવા કાઉન્સેલર પાસે લઈ જાઓ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર