આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં જીવનને જીવવાની રીત અને જીવન સાથે જોડાયેલ અનેક બાજુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. નીતિ શાસ્ત્રમાં પ્રોગ્રેસ, ધન, બિઝનેસ, નોકરી, વિવાહ, સંતાન, દોસ્તી અને દુશ્મની વગેરે વિશે વિસ્તારથી વર્ણન કર્યુ છે. લોકોના જીવનને બચાવવા માટે ચાણક્યએ નીતિશાસ્ત્રમાં એવી અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે આજે પણ પ્રાંસગિક છે. એક શ્લોકમાં ચાણક્યએ જણાવ્યુ છે કે છેવટે મનુષ્યના જીવનનો સૌથી મોટો ભય કયો છે ? વાંચો આજની ચાણક્ય નીતિ.
ચાણક્ય કહે છે કે બધા પ્રકારના ભયથી બદનામીનો ભય મોટો હોય છ.એ વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માન-સન્માન સાથે જીવવા માંગે છે. ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિને જીવનમાં કોઈ પણ વસ્તુથી ડર લાગે છે તો એ બદનામીનો હોય છે. વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીથી સમાજમાં માન-સન્માન મળે છે. જેના દમ પર તે શાનથી જીવે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને બદનામીનો ડર સતાવે છે ત્યારે તેનુ સુખ ચેન બધુ જ છિનવાય જાય છે.