દિવાળીની વાનગી- પૌઆનો ચેવડો-Poha Chevda

ગુરુવાર, 9 ઑક્ટોબર 2014 (14:58 IST)
સામગ્રી - 500 ગ્રામ પૌઆ, 100 ગ્રામ દાળિયા, 100 ગ્રામ સીંગદાણા, 20 ગ્રામ કાજુ, 20 ગ્રામ કિસમિસ, એક ચમચી વરિયાળી, એક ચમચી તલ, ચમચી હિંગ, હળદર, મીઠુ, મરચુ સ્વાદ મુજબ. લીંબુના ફુલ અડધી ચમચી, 10-15 લીમડાંના પાન. 


બનાવવાની રીત - કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સીંગદાણા, દાળિયા, કાજુ, કિસમિસ વગેરે તળીને બાજુ પર મુકી દો. હવે તેલમાં પૌઆ તળી લો. તળેલા પૌઆમાં દાળિયા-સીંગદાણા, કાજુ, કિસમિસ મિક્સ કરો. 

હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ મુકો તેમા વરિયાળી, તલ, હિંગ, લીમડો, હળદર અને મરચું નાખો અને આ તેલ તળેલા પૌઆમાં નાખી દો. હવે પૌઆ ગરમ રહેતા જ ઉપરથી દળેલી ખાંડ, વાટેલા લીંબુના ફુલ, મીઠુ, સંચળ વગેરે નાખીને સારી રીતે હલાવો. તૈયાર છે પૌઆનો ચેવડો. ઠંડો થતા તેન એરટાઈટ ડબ્બામાં ભરી લો. 

વેબદુનિયા પર વાંચો