તહેવારોના દિવ્ય સમયનો ઉઠાવો લાભ, અખંડ લક્ષ્મીના ખુલશે ભંડાર

ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (14:05 IST)
તહેવારોમાં કેવી રીતે મેળવશો સમૃદ્ધિ - તહેવારોના દિવ્ય સમયનો તમે આ રીતે લાભ ઉઠાવી શકો છો. 
 
પ્રભાવશાળી લાભ - જેનાથી અખંડ લક્ષ્મીના ખુલશે ભંડાર. ધનતેરસના રોજ ખરીદો નવા વાહન, સોના-ચાંદીના ઘરેણા અને નવા વાસણ. ધનતેરસ 28 ઓક્ટોબર શુક્રવારે છે.  આ દિવસે શ્રીલક્ષ્મી નારાયણનુ પૂજન કરવા ઉપરાંત અનાજ, વસ્ત્ર અને ઔષધિઓનુ દાન કરવામાં આવે છે.  યમરાજ માટે જે લોકો આ દિવસ દિપદાન કરે છે તેમને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ દિવસે અડધીરાત્રે રુદ્રાવતા હનુમાન જયંર્તીના રૂપમાં પણ ઉજવાય છે.  ધનતેરસના દિવસે સાંજે નવા વાસણોની ખરીદી કરવી, સ્કૂટર, મોટર, સાઈકલ, કાર વગેરે ખરીદવા અને સોના-ચાંદીના ઘરેણા ખરીદવા ખૂબ શુભ, સમૃદ્ધિદાયક અને લાભદાયક હોય છે.  કાળી ચૌદશ એટલેકે નરક ચતુર્દશીના દિવસે અકાળ મૃત્યુથી મરનારાઓ માટે કરો દીપદાન. 
 
સોના-ચાંદીના ઘરેણા ખરીદવા ખૂબ શુભ, સમૃદ્ધિદાયક અને લાભદાયક હોય છે. નરક ચતુર્દશીના રોજ અકાલ મૃત્યુથી મરનારાઓ માટે કરો દીપદાન. 29 ઓક્ટોબર શનિવારના દિવસએ નરક ચૌદશ છે.  આ દિવસે વીજળી, અગ્નિ અને ઉલ્કા વગેરેથી મૃતકોની શાંતિ માટે ચાર મુખવાળો દિવો પ્રજવલ્લિત કરીને યથા શક્તિ દાન કરવાથી મૃતાત્માઓને શાંતિ પ્રાપ્ત થાય છે.  કાશી, હરિદ્વાર વગેરે ધામો પર આ દિવસે લોકો સેંકડોની સંખ્યામાં દિપદાન કરે છે. 
 
દિવાળીના રોજ કરો કુબેર-લક્ષ્મી મંત્ર સાધના અને મેળવો અખંડ લક્ષ્મીનો ભંડાર 
 
30 ઓક્ટોબર રવિવારે કાર્તિક અમાવસ્યા છે. આ દિવસે દિવાળીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે પ્રદોષકાળમાં સાંજે 05:00 વાગીને 38 મિનિટથી રાત્રે 08:00 વાગીને 13 મિનિટ સુધીના કાળમાં દિપદાન કરીને પોતાના ઘરના પૂજા સ્થાનમાં શ્રીગણેશ, લક્ષ્મી અને કુબેરનુ આહ્વાન કરીને વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ કે બ્રાહ્મણ દ્વારા વિશેષ પૂજા કરાવી  શ્રી સૂક્ત, કનકધારા સ્ત્રોત અને લક્ષ્મી સ્તોત્ર ઉપરાંત કુબેર અને લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો અને કરાવવો જોઈએ સાથે જ વહી-ખાતાઓનુ પૂજન પણ કરવુ જોઈએ.  
 
પૂજન પછી ઘરમાં ચારમુખવાળો દિવો આખી રાત પ્રગટાવીને સૌભાગ્ય અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.  બ્રાહ્મણો અને પોતાના સગા સંબંધીઓને મીઠાઈ વગેરે વહેંચવી જોઈએ. મહાનિશિથકાળ રાત્રે 10:40 મિનિટથી  03:23 મિનિટ સુધી તંત્ર મંત્ર યંત્ર સાધનાઓ અને યજ્ઞ માટે પ્રભાવશાળી સમય રહેશે. સાધક કે સાધિકા દ્વારા બ્રહ્મચર્ય પૂર્વક નીચે આપેલ મંત્રોનો જાપ મહાનિશિથકાળમાં કરવાથી અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ અને મનોકામનાઓ પૂરી થાય છે. 
 
1. ગણપતિ મંત્ર - ૐ ગં ગણપતયે નમ: - 108 વાર 
2. લક્ષ્મી મંત્ર -  ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ નમ: - 11 માળા 
3. કુબેર મંત્ર - ૐ કુબેર ત્વં ધનાધીશ ગૃહે તે કમલા સ્થિતા તાં દેવી પ્રેષયાશુ મદ્દ ગૃહે તે નમો નમ: - 11 માળા 

વેબદુનિયા પર વાંચો