મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જલેબી બાબાએ વીડિયો ક્લિપનો ઉપયોગ મહિલાઓનું શોષણ અને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો. શહેરમાં એક વીડિયો વાયરલ થયા બાદ ટોહાના સિટી પોલીસે 19 જુલાઈ, 2019ના રોજ તેની સામે કેસ નોંધ્યો હતો. પાછળથી તપાસમાં, પોલીસને ઓછામાં ઓછી 120 વિડિયો ક્લિપ્સ મળી, દરેક અલગ-અલગ પીડિતાની અને અમરવીરના મોબાઈલ ફોનમાંથી શૂટ કરવામાં આવી.
કોણ છે જલેબી બાબા ?
અમરવીર લગભગ 23 વર્ષ પહેલા પંજાબના માનસા શહેરથી તોહાના આવ્યો હતો. તેની પત્ની મૃત્યુ પામી હતી અને તે ચાર છોકરીઓ અને બે છોકરાઓનો પિતા છે. પ્રથમ 13 વર્ષ સુધી, તે જલેબીનો સ્ટોલ ચલાવતો હતો, જ્યાં તે એક તાંત્રિકને મળ્યો, જેની પાસેથી અમરવીર તંત્ર-મંત્ર શીખ્યો.