પ્રેમમાં છેતરપિંડી બાદ ગર્લફ્રેન્ડે પ્રેમીના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા

મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (12:34 IST)
Muzaffarnagar, UP crime news- પ્રેમમાં છેતરપિંડી બાદ પ્રેમિકાએ તેના પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કાપી નાંખીને ભયાનક ઘટનાને અંજામ આપ્યો 
 
યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાંથી એક હૃદય હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રેમિકાએ પ્રેમમાં છેતરપિંડી બાદ તેના પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કાપીને એક ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને પ્રેમીને લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં તબીબોએ સ્થિતિ જોતા તેને તાત્કાલિક મેરઠ રેફર કરી દીધો હતો.
 
લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા
જણાવવામાં આવી રહ્યું છે કે ચરથાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલહેડી ગામના રહેવાસી એહતશામ ઉર્ફે બબલુ અને એક યુવતી વચ્ચે છેલ્લા 8 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પછી પ્રેમીનાં લગ્ન બીજે ક્યાંક નક્કી થયાં. જેનાથી નારાજ થઈને યુવતીએ રવિવારે સાંજે પ્રેમીને મળવાના બહાને સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બોલાવ્યો હતો. બંને વચ્ચે લગ્નને લઈને ઝઘડો થયો હતો.
 
ગુસ્સામાં ગર્લફ્રેન્ડે પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા
ઝઘડો એટલો વધી ગયો કે પ્રમિકાએ પ્રમીના પ્રાઈવેટ પાર્ટ પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. આ ઘટનામાં યુવતીને પણ ઈજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ બંને ચરથાવલના રહેવાસી છે. છોકરા-છોકરી વચ્ચે ઘણા સમયથી સંબંધ ચાલતો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર