IN PICS: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના લગ્નજીવનમાં આવી દરાર? વર્ષની શરૂઆતથી જ વાઈફ ધનશ્રી સાથે થશે ડાયવોર્સ
શનિવાર, 4 જાન્યુઆરી 2025 (15:53 IST)
Yuzvendra Chahal and Dhanashree Image Source Social Media
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેદ્ંર ચહલના લગ્નજીવનમાં દરાર આવેલી દેખાય રહી છે. ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છુટાછેડાન સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
Yuzvendra Chahal and Dhanashree
ચહલ અને ધનશ્રીએ ઈસ્ટાગ્રામ પર એક બીજાને અનફોલો કરી દીધા છે. આ ઉપરાંત ચહલે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પરથી ધનશ્રી સાથેની તસ્વીરો પણ ડિલીટ કરી દીધી છે.. બીજી બાજુ ધનશ્રી વર્માએ બધી તસ્વીરો ડિલીટ નથી કરી. ત્યારબાદ બંનેના ડાયવોર્સના સમાચાર તૂલ પકડવા લાગ્યા.
ચહલ અને ધનશ્રીના એક નિકટના સોર્સે ટાઈમ્સ ઑફ ઈંડિયા સાથે વાત કરતા બતાવ્યુ કે બંનેના છુટાછેડાના સમાચાર એકદમ સાચા છે.
સોર્સે કહ્યુ, ડાયવોર્સ અપરિહાર્ય ( જેને થતા રોકી નથી શકાતા) છે અને આ ફક્ત સમયની વાત છે કે ક્યારે આ ઓફિશિયલ બને. બંનેના જુદા થવાનુ અસલી કારણ હજુ સામે આવ્યુ નથી. પણ એ સ્પષ્ટ છે કે બંને જુદા થઈને જીવનમાં આગળ વધવાનો નિર્ણય લઈ ચુક્યા છે.
જો કે હજુ સુધી ચહલ કે પછી ધનશ્રી તરફથી ડાયવોર્સને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે નથી આવી.
ઉલ્લેખનીય છે કે ચહલ અને ધનશ્રીએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કરતા હતા.