IPL 2021, જોસ બટલર અને ક્રિસ મૌરિસના દમ પર રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 55 રનથી હરાવ્યુ

રવિવાર, 2 મે 2021 (19:11 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ના 28માં મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદથી થઈ રહ્યુ છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહી છે. 221 રનોના વિશાળ લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદની ટીમ 8 વિકેટના નુકશાન પર 165 રન જ બનાવી શકી. ટીમની તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ 31 રન બનાવ્યા.  બોલિંગમાં રાજસ્થાન તરફથી મુસ્તાફિજૂર રહેમાન અને ક્રિસ મૌરિસે ત્રણ ત્રણ વિકેટ લીધી. આ પહેલા જોસ બટલરની 124 રનોની શતકીય રમત અને કપ્તાન સંજૂ સૈમસનના 48 રનોને કારણે રાજસ્થાને 3 વિકેટના નુકશાન પર 220 રન બનાવ્યા.  આ રાજસ્થાનની આ સીઝનની ત્રીજી જીત છે.  જ્યારે કે હૈદરાબાદને છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. 

- 4 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 29/1, સંજૂ સૈમસન 7 અને જોસ બટલર 6 રન બનાવીને રમી રહ્યા છે. ખલીલ અહમદની પ્રથમ ઓવરમાં બટલર-સૈમસને 12 રન બનાવ્યા. 
 
- 2.6 ઓવરમાં રાશિદ ખાનની બોલ પર એલબીડબલ્યૂ આઉટ થયા યશસ્વી જયસ્વાલ, યશસ્વીએ 13 બોલનો સામનો કર્યા પછી 12 રન બનાવ્યા. રાશિદને પાવરપ્લેમાં બોલિંગ કરાવવાના વિલિયમસનનો નિર્ણય એકદમ યોગ્ય સાબિત થયો. નવા બેટ્સમેન કપ્તાન સંજૂ સૈમસન આવ્યા છે. 
 
 

06:27 PM, 2nd May
- 7.6 ઓવરમાં રાહુલ તેવતિયાની બોલ પર જૉની બેયરસ્ટોએ અનુજ રાવતને કેચ પકડાવ્યો. બેયરસ્ટો 30 રન બનાવીને આઉટ થયા. 
- 7 ઓવર બાદ હૈદરાબાદ 61/1, કેન વિલિયમસન 2 અને જોની બેરસ્ટો 25 રન બનાવીને રમી રહ્યા છે. મુસ્તાફિઝુર રહેમાને પોતાની પ્રથમ ઓવરમાં ફક્ત 4 રન આપ્યા અને મનીષ પાંડેની વિકેટ લીધી. 
-  6.1 ઓવરમાં મુસ્તફિઝુર રહેમાનની ઓવરમાં મનિષ પાંડે ક્લીન બોલ્ડ. મનિષ 20 બોલનો સામનો કરીને 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. કેન વિલિયમસન નવા બેટ્સમેન છે.
 

05:39 PM, 2nd May
 
- રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 220 રન બનાવ્યા છે. આ મેચ જીતવા માટે હૈદરાબાદને 221 રન બનાવવા પડશે.  અંતિમ પાંચ ઓવરમાં રાજસ્થાનના બેટ્સમેનોએ 72 રન બનાવ્યા. 
 

05:20 PM, 2nd May
- 18.6 ઓવરમાં સંદીપ શર્માની બોલ પર ક્લીન બોલ્ડ થયા જોસ બટલર, બટલરએ 64 બોલમાં 124  રનની આક્રમક રમત રમી 
 
- 18 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 185/2, રિયાન પરાગ 10 અને જોસ બટલર 102 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાને છેલ્લી 5 ઓવરમાં 72 રન બનાવ્યા છે અને સંજૂ સૈમસનની વિકેટ ગુમાવી છે. 
 
- 16.6 ઓવરમાં જોસ બટલરે  શંકરના બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી. આઈપીએલમાં બટલરની આ પ્રથમ સદી છે અને તે એવા સમયે આવી છે જ્યારે ટીમને તેની ખૂબ જ જરૂર હતી. હવે રાજસ્થાનનો સ્કોર 200 રન  પર પહોચી ગયો છે. 

 

04:29 PM, 2nd May
- 9.2 ઓવરમાં સંદીપ શર્માની બોલ પર મનીષ પાંડેએ છોડ્યો સંજૂ સૈમસનનો કેચ. આ કેચ હૈદરાબાદને ખૂબ મોંઘો પડી શકે છે. 10 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 77/1, બટલર 32 અને સંજૂ સૈમસન 25 રન બનાવીને રમી રહ્યા છે. 

 
- 9 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 71/1, જોસ બટલર 29 અને સંજુ સેમસન 23 રન બનાવીને રમી રહ્યો છે. રાશિદ ખાને તેની ત્રીજી ઓવરમાં માત્ર 4 રન આપ્યા. બટલર અને સંજુ સેમસન હવે સંપૂર્ણ રીતે ક્રીઝ સેટ થઈ ગયા છે. 
 

04:23 PM, 2nd May
- 8 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 67/1, સંજૂ સૈમસન 22 અને જોસ બટલર 26 રન બનાવીને રમી રહ્યા છે. બટલર-સૈમસન વચ્ચે હાફસેંચુરી ભાગીદારી પુરી થઈ ચુકી છે. 
- 7 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 60/1, જોસ બટલર 26 અને સંજૂ સૈમસન 15 રન બનાવીને રમી રહ્યા છે. બટલર-સૈમસને વિજય શંકરની પ્રથમ ઓવરમાં ખૂબ ફટકાબાજી કરી અને આ ઓવરમાં 18 રન બનાવ્યા. 


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર