અલીએ નતાશાની આ પોસ્ટ પર લખ્યું, ભગવાન તમને બંનેને ખુશ રાખે. ઉલ્લેખનીય છે કે નતાશા અને અલી ગોનીએ વર્ષ 2014 માં એકબીજાને ડેટ કરી હતી. જો કે, આ સંબંધ ફક્ત એક વર્ષ ચાલ્યો હતો. 2015 માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
નતાશા અને હાર્દિક વિશે વાત કરીએ તો, બંનેએ લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી 31 ડિસેમ્બર 2019 ના રોજ તેમના સંબંધોને જાહેર કર્યા હતા અને બીજા દિવસે 1 જાન્યુઆરી 2020 ના રોજ બંનેની સગાઈ થઈ ગઈ હતી. હાર્દિકે ફિલ્મી રીતે નતાશાને દુબઈ લઈ જઈને પ્રપોઝ કર્યુ હતુ. નતાશાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.