આરસીબી તરફથી ફક્ત ચહલ અને મોરિસે વિકેટ લીધી
આરસીબીની બોલિંગ ચેન્નઈ સામે કોઈ ખાસ પ્રભાવ નાખી શકી નહી. શરૂઆતથી જ ચેન્નઈના બેટ્સમેનોએ આરસીબીના બોલરોનો સરળતાથી સામનો કર્યો. અને રન બનાવ્યા. આરસીબી તરફથી ચહલ અને મોરીસે એક-એક વિકેટ ઝડપી હતી.
ચેન્નઈ આરસીબીને હરાવીને પોઇન્ટ ટેબલમાં 7 મા સ્થાને પહોચ્યુ
ચેન્નઈની ટીમ આરસીબીને હરાવીને પોઇન્ટ ટેબલમાં 7મા સ્થાન પર પહોંચી ગઈ છે. 11 મેચોમાં 4 જીત બાદ ચેન્નાઈને 8 પોઇન્ટ મળ્યા છે. સતત 3 મેચ હાર્યા બાદ ચેન્નાઈની ટીમને પહેલી જીત મળી છે. આ જીત સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની આશા થોડી મજબૂત થઈ છે. જોકે ચેન્નઇને હજુ ઘણો સંઘર્ષ કરવાનો છે.
ચેન્નઈની જીતમાં ઋતુરાજ ગાયકવાડે મોટી ભૂમિકા ભજવી હતી. ગાયકવાડે 51 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા. કેપ્ટન ધોની તેની સાથે 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રને અણનમ રહ્યો. ચેન્નાઇએ આરસીબીના લક્ષ્યાંકને 18 ઓવર અને 4 બોલમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 150 રન બનાવીને પૂર્ણ કર્યો હતો. આરસીબીએ પ્રથમ રમતમાં 145 રન બનાવ્યા હતા. ગાયકવાડે સિક્સર ફટકારીને ચેન્નઈને જીત મેળવી હતી. ડુપ્લેસીસે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. રાયડુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 બોલમાં 39 રન બનાવ્યા હતા.