INDvsAUS 1st Test Day 3: ત્રીજા દિવસે ભારતનો સ્કોર 151/3, પુજારા રહાણે ક્રીજ પર

શનિવાર, 8 ડિસેમ્બર 2018 (17:50 IST)
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણી શરૂ થઈ ચુકી છે.  શ્રેણીની પ્રથમ મેચ એડિલેડ મેદાન પર રમાય રહી છે. પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી 151 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા 40 અને અજિંક્ય રહાણે 1 રને રમતમાં છે. લોકેશ રાહુલ અને મુરલી વિજયે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મુરલી વિજય 18 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 34 રન બનાવી આઉટ થયો હતો.
 
એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ઑસ્ટ્રેલિયાને 235 રનો પર સમેટી દીધું. ભારતે તેની સાથે જ પહેલી ઇનિંગ્સના આધાર પર 15 રનની લીડ બનાવી લીધી. અશ્વિન અને બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી. જ્યારે શર્મા અને શમીને બે-બે વિકેટ મળી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર