ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડીઓ કોરોના સંક્રમિત
શિખર ધવન, શ્રેયસ ઐયર, ઋતુરાજ કોરોના સંક્રમિત
વેસ્ટ ઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય ક્રિકેટ ટીમના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત મળવાના સમાચાર છે. કહેવાઈ રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના 8 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઓપનર શિખર ધવન, બેકઅપ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. બાકીના 5 ખેલાડીઓના નામ હજુ સુધી કન્ફર્મ થયા નથી.
ભારતીય ટીમના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી પહેલા અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં આ ત્રણ મેચની શ્રેણી યોજાવાની છે. આ સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા ભારતીય ટીમમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. ટીમ ઈન્ડિયાના લગભગ અડધા સભ્યો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી માત્ર ત્રણ નામોની પુષ્ટિ થઈ છે, જ્યારે બાકીના ખેલાડીઓ કોણ છે તેની માહિતી સામે આવી નથી. ભારતીય ટીમ ટૂંક સમયમાં શ્રેણી પહેલા નેટ સેશનમાં ભાગ લેવાની હતી, પરંતુ હવે બધાએ રાહ જોવી પડશે.