શુ આપ સચિન તેંદુલકર વિશે આટલુ જાણો છો ?

સોમવાર, 11 નવેમ્બર 2013 (12:36 IST)
સચિન તેંદુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આવો જાણીએ તેમના વિશે 40 રોચક વાતો.

P.R


1. સચિન તેંદુલકર રાજ્યસભા માટે નિયુક્ત થયેલા પ્રથમ સક્રિય ક્રિકેટર છે.
2. સચિન શરૂઆતના સમયમાં ઝડપી બોલર બનવા માંગતા હતા,પણ એમઆરએફ પેસ ફાઉંડેશનના તત્કાલીન પ્રમુખ ડેનિસ લિલીએ 1987માં તેમને રિજેક્ટ કરી દીધા હતા.
3. 1987 વર્લ્ડકપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબવે વચ્ચે રમાયેલ મેચમાં સચિન 'બોલ બોય' હતા, એ સમયે તેઓ 14 વર્ષના હતા.
4. 1988માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલ એક પ્રેકટિસ મેચમાં સચિન તેંદુલકરે પાકિસ્તાની ટીમ માટે સબ્સ્ટીચ્યૂટના રૂપમાં ફિલ્ડિંગ કરી હતી.
5. બાળપણમાં જો સચિન નેટ્સના આખા સત્રમાં આઉટ થયા વગર રમી લેતા તો તેમના કોચ રમાકાંત અચરેકર તેમને એક સિક્કો આપતા. સચિન પાસે આવા તેર સિક્કા છે.
6. ઓક્ટોબર 1995ના રોજ સચિન સૌથી શ્રીમંત ક્રિકેટર બની ગયા. તેમણે વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
7. બાળપણમાં સચિન તેંદુલકર ક્રિકેટની પોતાની કીટ સાથે સૂતા હતા.
8. સચિન તેંદુલકરને પરફ્યૂમ અને ઘડિયાળ એકત્ર કરવાનો શોખ છે.
9. મારૂતિ 800 સચિન તેંડુલકરની પ્રથમ કાર હતી.
10. થર્ડ અંપાયર દ્વારા આઉટ થનારા સચિન પ્રથમ બેટ્સમેન છે. 1992માં ડરબનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતી ટેસ્ટ મેચના બીજા દિવસે જોંટી રોડ્સના થ્રો પછી આ મામલો ત્રીજા અંપાયરને સોંપવામાં આવ્યો. અંપાયર કાર્લ લાએનબનબર્ગે સચિનને આઉટ આપ્યો.

વધુ આગળ

P.R


11. 19 વર્ષની અવસ્થામાં સચિન તેંદુલકર કાઉંટી ક્રિકેટ રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા.
12. સચિન તેંદુલકર પ્રથમ વાર એક દવા કંપનીના 'પ્લાસ્ટર'ની જાહેરાતમાં જોવા મળ્યા હતા.
13. સચિનની પ્રથમ 'બ્રેંડ ઈંડોર્સમેંટ' હેલ્થ ડ્રિંક 'બૂસ્ટ'ને માટે હતી. 1990માં પહેલીવાર ટીવી પર દેખાયેલ આ જાહેરાતમાં કપિલ દેવ પણ તેમની સાથે હતા.

14. ભારત વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરનુ પદાર્પણ કરી રહેલ ઈગ્લેંડના ઝડપી બોલર એલન મુલાલીએ ફરિયાદ કરી હતી કે સચિન તેંદુલકર સામાન્યથી વધુ પહોળી બેટથી રમી રહ્યા છે.
15. સચિન તેંદુલકર એ પોતાની રણજી, દિલીપ અને ઈરાની ટ્રોફી મેચમાં સદી લગાવી હતી.
16. સચિન તેંદુલકરે પોતાની પ્રથમ રણજી ટ્રોફી મેચ રવિ શાસ્ત્રીની કપ્તાની હેઠળ રમી હતી.
17. સચિન તેંદુલકર ખૂબ જ હેવી બેટથી રમતા હતા. જે લગભગ 1.5 કિલોગ્રામની હોય છે. આટલી ભારે બેટ ફક્ત દક્ષિણ આફ્રિકાના લાંસ ક્લૂજનર વાપરતા હતા.
18. ક્રિકેટના મેદાનમાં હંમેશા શાંત દેખાતા સચિન શાળામાં મોટાભાગે પોતાના સાથીમિત્રોને હેરાન કરતા હતા.
19. 1995માં સચિન તેંદુલકર નકલી મૂંછ દાઢી અને ચશ્મા લગાવીને 'રોજા' ફિલ્મ જોવા ગયા હતા. પણ સિનેમા હોલમાં નકલી સામાન નીકળી ગયો અને બધાએ તેમને ઓળખી લીધા.
20. ભારત સરકારની તરફથી સચિન તેંદુલકરે રાજીવ ગાંધીને ખેલરત્ન, અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ત્રણેય સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ક્રિકેટર છે.

P.R


21. એક દિવસે રવિવારે સાંજે ટીવી પર ગાઈડ ફિલ્મ આવી રહી હતી. ત્યારે સચિન એક ઝાડ પરથી પડી ગયા. ત્યારે તેમના મોટા ભાઈ અજીતે તેમને સજાના રૂપમાં ક્રિકેટ કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા.
22. બાળપણમાં ખૂબ જ મસ્તીખોર રહેલ સચિન બ્રાંદ્રા ઈસ્ટના 'સાહિત્ય સહેવાસ'ની ગલીઓમાંથી નીકળનાર પાણીના વહેણમાંથી નાની નાની માછલીઓ પકડતા હતા.
23. એકવાર સચિને એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય 'વડા-પાવ' તેમની કમજોરી છે.
24. જ્યારે સચિને પોતાના ઐતિહાસિક 50મી ટેસ્ટ સદી લગાવી હતી ત્યારે તેમણે પોતાની પસંદગીની વૈમ્પાયરની બેટ ઉપયોગ કર્યો હતો.
25. પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ જ ટેસ્ટ રમતા સચિને જે પૈડ્સ પહેર્યા હતા, તે સુનીલ ગાવસ્કરે ભેટ આપ્યા હતા.
26. સચિન તેંદુલકર ટેનિસના દિગ્ગજ ખેલાડી જોન મૈકેનરોના ખૂબ મોટા પ્રશંસક છે. તેમણે મૈકેનરો જેવા જ વાળ વધાર્યા અને તેની આજુબાજુ બૈંડ બાંધવાનુ શરૂ કરી દીધુ.
27. એક કેલેંડર વર્ષમાં સૌથી વધુ સદી સચિનના નામે છે. 1998માં તેમણે 9 એકદિવસીય સદી મારી હતી.
28. 1998માં તેમણે એકદિવસીય ક્રિકેટમાં 1,894 રન બનાવ્યા હતા, જે એક કેલેંડર વર્ષમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ રન છે.

29. સચિન તેંદુલકરને ફ્ક્ત ક્રિકેટર જ નહી બીજા અનેક રમતોના દિગ્ગજ પણ એક રોલ મોડલ સમજે છે. આ યાદીમાં કલાકાર પીટ સમ્પ્રાસ અને બોરિસ બ્ર્કર , અર્જેંટીનાન દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનો પણ સમાવેશ છે.
30. સચિનના પિતા રમેશ તેંદુલકર જાણીતા સંગીતકાર સચિન દેવ બર્મનના ખૂબ મોટા ફેન હતા. તેમણે પોતાના પુત્રનુ નામ પણ તેમના નામ પર જ રાખ્યુ.

P.R


31. સચિન કિશોર કુમાર અને રોક ગ્રુપ ડાયર સ્ટ્રેટ્સના ખૂબ મોટા ફેન છે.
32. સચિન તેંદુલકર સૌરવ ગાંગુલીના 'બાબૂ મોશાય' કહે છે અને ગાંગુલી તેમને 'છોટા બાબુ' કહીને બોલાવે છે.
33. એક વાર સચિને પોતાની માતાને મેઢક ભાજીનુ શાક બનાવવાનું કહ્યુ હતુ.
34. જે આયાએ સચિનની દેખરેખ કરી હતી, તેને બધા 'સચુચી બાઈ' કહીને બોલાવે છે.
35. સચિને પોતાની કાર ફેરારીના એટલા દિવાના છે કે પોતાની પત્ની અંજલીને પણ ચલાવવા નથી દેતા.
36. વરસાદમાં ખલેલના સમયે સચિન ટેનિસ બાળ ક્રિકેટ અને ડાર્ટ્સ રમવાનુ પસંદ કરતા હતા.

37. મસ્તી કરવામાં જાણીતા સચિને એકવાર ફરી સૌરવ ગાંગુલીના રૂમમાં પાણીની પાઈપ ફેંકીને નળ ખોલી દીધો હતો.
38. 1996ના વિશ્વકપમાં સચિનના બેટ પર કોઈપણ કંપનીનો લોગો નહોતો. વિશ્વકપ પછી તરત ટાયર બનાવનારી કંપની એમઆરએફએ તેમની સાથે કરાર કરી લીધો હતો.
39. 1992માં સચિને સૌથી ઓછી વયમાં 1000 ટેસ્ટ રન બનાવનારા બેટ્સમેન બની ગયા હતા.
40. ટેસ્ટ ક્રિકેટમાં 11000 રન બનાવનારા અને 40 વિકેટ લેનારા એકમાત્ર ખેલાડી સચિન તેંદુલકર છે.

વેબદુનિયા પર વાંચો