Mangal Pradosh- આ વખતે, 5 મેના રોજ મંગળ પ્રદોષનો યોગ બની રહ્યો છે. પ્રદોષ તિથિ શિવની પૂજા માટે ઉત્તમ કહેવાય છે અને મંગળવઆર હનુમાનની પૂજા કરવા માટે. હનુમાનજીને શિવનો અવતાર માનવામાં આવે છે. તેથી 5 મે ના રોજ પડનારો મંગળ પ્રદોષ શુભ ગણાય છે આ શુભ યોગમાં બજરંગ બાણના પાઠ કરવાથી ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે છે. કેવી રીતે બજરંગ બાણના પાઠ કરવા જોઈએ આવો જાણીએ...
આ વિધિથી કરો બજરંગ બાણનો પાઠ
- મંગળવારે સવારે સ્નાન કર્યા પછી શુધ્ધ કપડાં પહેર્યા પછી લાલ કાપડ પર હનુમાન પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો
- હનુમાનજીને અબીલ, ગુલાલ વગેરે અર્પણ કરો અને લાલ ફૂલ ચઢાવો. ગાયના
શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો જે પાઠના અંત સુધી સળગતા રહો.
- ઘરમા બનેલા શુદ્ધ ઘી ના ચુરમાનો ભોગ લગાવો. જો શક્ય હોય તો ગોળ-ચણાનો ભોગ પણ લગાવી શકો છો.
- ત્યારબાદ પછી બજરંગ બાણનો પાઠ શરૂ કરો. પાઠના અંતે હનુમાનજીની કષ્ટ નિવારણ માટે પ્રાર્થના કરો.