IGIMS- ત્રીજી લહેરમાં કોરોનાથી સાજા થયેલા લોકોમાં લકવાનો મોટો ખતરો

રવિવાર, 30 જાન્યુઆરી 2022 (17:02 IST)
IGIMSમાં 15 દિવસમાં બ્રેન સ્ટ્રોકના 42 કેસ
IGIMSમાં 15 દિવસમાં બ્રેન સ્ટ્રોકના 42 કેસ અને 30માં પોસ્ટ કોવિડના કેસ આવ્યાં છે. 
 
કોરોનાની ત્રીજી લહેરમાં હવે દર્દીઓમાં લકવાની બીમારી દેખા દેતા ડોક્ટરોની ચિંતા વધી છે. બીજી લહેરમાં આવી કોઈ ઘટના જોવા મળી નહોતી પરંતુ ત્રીજી લહેરમાં કોરોના દર્દીઓમાં હવે લકવાના ઘણા કેસ સામે આવ્યાં છે. 
 
કોરોનાની ત્રીજી લહેરમાં હવે સૌથી મોટો ખતરો બ્રેન સ્ટ્રોક (લકવા)નો છે. સંક્રમણ બાદ કમજોર થયેલી મગજની નસો ફાટી રહી છે જેનાથી દર્દીઓની સ્થિતિ બગડી રહી છે. 
 
બિહારની હોસ્પિટલોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લકવાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર