દિલ્હી સરકારમાં શિક્ષણ સાથે નાણાં મંત્રાલય સંભાળનારા મનીષ સિસોદિયાએ રવિવારે કહ્યું કે, અમે દિલ્હી સરકારની આવક અને તેના ઓછામાં ઓછા ખર્ચની સમીક્ષા કરી છે. પગાર અને ઑફિસના ખર્ચ માટે દર મહિને 3500 કરોડની જરૂર પડે છે. છેલ્લા બે મહિનામાં 500-500 કરોડ રૂપિયાના
સિસોદિયાએ કહ્યું કે, આથી જ અમે કેન્દ્ર સરકાર પાસે 5000 કરોડ રૂપિયાની માંગ કરી છે. મેં તાત્કાલિક સહાય માટે કેન્દ્રીય નાણાં મંત્રાલયને પત્ર લખ્યો છે, કેમ કે દિલ્હીને આપત્તિ રાહત ભંડોળ હેઠળ રાજ્યોને પૂરા પાડવામાં આવતા ભંડોળ મળ્યા નથી. દિલ્હી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 24 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં ભારે ઘટાડો થયો છે. મહિલાઓ માટે મફત વીજળી, પાણી, મફત બસ મુસાફરી જેવી યોજનાઓના કારણે દિલ્હી સરકારની આવક પર પહેલાથી દબાણ હતું. કોરોના કટોકટીમાં, કર દ્વારા થતી આવક ખૂબ મર્યાદિત થઈ ગઈ છે.