ભાવનગરમાં 5 અને ગાંધીનગરમાં 1 કેસ સાથે ગુજરાતમાં કુલ કેસ 6251 થયાં

બુધવાર, 6 મે 2020 (12:27 IST)
ભાવનગરમાં 5 અને ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં  અત્યાર સુધીમાં કુલ  6,251 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો 3મેના રોજ 28, 4મેના રોજ 29 અને આજે 49 દર્દીના મોત થયા છે. આમ 72 કલાકમાં 106 દર્દીના મોત થયા છે. તે જોતા રાજ્યમાં લગભગ દર 40 મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. મંગળવારે ચોવીસ કલાકમાં આખા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર પાંચ દર્દીએ એક અમદાવાદનો અને દર ચારે એક ગુજરાતી દર્દી છે.  અમદાવાદમાં કુલ 4,425 પોઝિટિવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે 704 દર્દી સાજાં થયાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે રાજ્યમાં મૃત્યુ પામેલાં 49 લોકો પૈકી 15 દર્દી એવાં હતાં કે જેઓને અન્ય કોઇ બિમારી ન હતી જ્યારે બાકીના 34 લોકો કોઇને કોઇ બિમારીથી પીડાતાં હતાં. આજની તારીખે કુલ પોઝિટિવ એક્ટિવ દર્દીઓ 4,489 છે. આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374, 4 મેના રોજ 376 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત 6 દિવસ સુધી 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે દર્દીનો આંકડો 441એ પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર