કોરોના વાયરસ સાથે જોડાયેલી 10 વાતો છે ખોટી, જાણો તેની હકીકત

સોમવાર, 9 માર્ચ 2020 (16:23 IST)
કોરોના વાયરસ(Coronavirusના સંક્રમણ ઓછુ થવાનુ નામ જ નથી લએ રહ્યો. ભારતમાં અત્યાર સુધી 34 કેસની ચોખવટ થઈ ચુકી છે. જો કે આપણા દેશ માટે અત્યાર સુધી રાહતની વાત એ છે કે અહી કોરોના વાયરસને કારણે હજુ સુધી કોઈનુ મૃત્યુ થયુ નથી. સરકાર પણ સતર્ક છે. છતા લોકો વચ્ચે ભયનો માહોલ છે.  અને સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.  કોઈ કહી રહ્યુ છેકે લસણ ખાવાથી કોરોના વાયરસ નથી થાય તો કોઈ કહી રહ્યુ છે કે આલ્કોહૉલ પીવાથી તમે કોરોના વાયરસથી બચ્યા રહેશો. અમે તમને બતાવી રહ્યા છીએ  કોરોના વાયરસ સાથે જોડાયેલા આવી જ 10 વાતો જે એકદમ ખોટી છે 
 
1. તાપમાન વધતા કોરોના વાયરસ ખતમ થઈ જશે 
 
અફવા - આ વાતનો હજુ સુધી કોઈ પુરાવો નથી. જો કે વધુ તાપમાંબ પર વાયરસને એકથી બીજામાં ફેલવાનુ સંકટ જરૂર ઘટી જાય છે. કારણ કે બધા વાયરસ ગરમીને લઈને ખૂબ સંવેદનશીલ હોય છે. આવામાં 
 
ગરમી વધતા કોરોના વાયરસ ખતમ થઈ જશે એ વાતનો કોઈ પુરાવો નથી. 
 
 
2. અફવા - ગરમ પાણીથી ન્હાવાથી તમે ઈંફેક્શનથી બચી શકો છો 
 
હકીકત - ફક્ત ગરમ પાણીથી નહાવાથી તમે કોરોના વાયરસથી બચ્યા રહેશો આવાતમાં પણ કોઈ સચ્ચાઈ નથી. ઈફ્કેશનથી બચવાનો સૌથી સારી રીત એ છે કે તમે વારે ઘડીએ હાથ સાબૂ અને પાણીથી સારી 
 
રીતે ધોતા રહો. જો પાણીથી હાથ ધોવા શક્ય ન હોય તો હેંડ સૈનિટાઈઝર યુઝ કરો જેમા 60 થી 70 ટકા આલ્કોહૉલ હોય 
 
3. અફવા - ચીન અને બીજા દેશ જ્યા કોરોનાના મામલા વધુ છે ત્યાની બનેલી વસ્તુયોથી પણ કોરોના ફેલાય શકે છે. 
 
હકીકત - ખૂબ મુશ્કેલ છે કે જુદી જુદી સ્થિતિઓ અને તાપમાન વચ્ચે  જુદા જુદા સ્થાન પર ટ્રેવલ કરવા છતા આ વાયરસ જીવતો રહે. 
 
4. અફવા - આખા શરીર પર આલ્કોહોલ સ્પ્રે કરવાથી ક્રોનાથી બચી શકો છો 
 
હકીકત - એલ્કોહોલ સ્પ્રે કરવાથી એ વાયરસ નહી મરે. જે તમારા શરીરમાં પહેલાથી જ જઈ ચુક્યો છે. આલ્કોહોલ મોઢુ, આંખ નાક માટે નુકશાનદાયક હોઈ શકે છે તેથી આલ્કોહોલને આખા શરીર પર સ્પ્રે કરવાને 
 
બદલે હૈંડ સેનિટાઈઝરના રૂપમાં તેનો ઉપયોગ કરો જેથી તમે ઈંફેક્શનથી બચ્યા રહો. 
 
5. અફવા - પાલતૂ જાનવર કોરોના ફેલાવી શકે છે 
 
હકીકત હજુ સુધી આવો કોઈ પુરાવો નથી કે તમારા પાલતૂ કૂતરા કે બિલાડીને કોરોના થઈ શકે છે. પણ છતા તમારા પાલતૂ જાનવરો જેવા કે ડોગ કે કેટને ટચ કર્યા પછી સારી રીતે હાથ ધોઈ લેવા સારા રહેશે. 
 
6. અફવા - ફ્લૂની વૈક્સીન કોરોનાથી બચાવી શકે છે 
હકેકત - નિમોનિયા કે ઈંફ્લૂએંજા ટાઈપ બી ની વેકસીન કોરોનાથી બચાવ નથી કરી શક્તી. આ માટે જુદા જુદા વૈક્સીનની જરૂર છે. જે અત્યાર સુધી બન્યા જ નથી અને કોરોનાનો ઈલાજ પણ અત્યાર સુધી 
 
શોધવામાં આવ્યો નથી. તેથી ખૂબ જરૂરી છે કે આ ઈફેક્શનથી બચ્યા રહો અને તેને થતા પહેલા જ તેને રોકી દો. 
 
 
7. અફવા - ઈમ્યુનિટી વધારનારી દવાઓ કોરોનાથી બચી શકો છો 
 
હકીકત - એવી દવાઓ પછી ભલે એલોપૈથિક હો કે હોમ્યોપૈથિક કે પછી આયુર્વૈદિક ભલે જ તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ હોય પણ આ દવાઓ કોરોનાથી બચાવ કરી શકે છે આવા પુરાવા અત્યાર સુધી 
 
મળ્યા નથેી 
 
8. અફવા- દરેક કોઈએ N95 માસ્ક યુઝ કરવો જોઈએ 
હકીકત - એવા હેલ્થ કેયર વર્કર જે કોરોના પીડિતના આસપાસ કામ કરે છે તેને જ N95 માસ્કની જરૂર છે. સામાન્ય લોકો જેમા કોઈ લક્ષણ નથી તેમને કોઈ માસ્કની જરૂર નથી. જો કે કોઈપણ પ્રકારના 
 
વાયરસના ખતરાથી બચવા માટે જો તમે માસ્કનો ઉપયોગ કરો છો તો આ એક એડિશનલ ફાયદો પણ હોઈ શકે છે. 
 
9. અફવા - એંડિબાયોટિક્સ દવાઓ કોરોનાથી બચાવી શકે છે 
 
હકીકત - એંટિબાયોટિક્સ દવાઓ બૈક્ટેરિયાવ વિરુદ્ધ કામ કરે છે. વાયરસ વિરુદ્ધ નથી અને કોરોના એક વાયરસ છે. જો કોઈ ઈફેક્શન પછી હોસ્પિટલમાં દાખલ છો તો અનેકવાર એંટિબાયોટિક્સ આપવી પડી શકે 
 
છે. કારણ કે બેક્ટેરિયા સાથે જોડૅઅયેલ ઈંફેક્શન એ વ્યક્તિને થવો શ્કય છે. અને જ્યા સુધી કોરોના વાયરસના ઈલાજની વાત છે તો અત્યાર સુધી તેનો કોઈ ઈલાજ શોધી શકાયો નથી. 
 
 
10 અફવા - ચિકન માછલી મીટ ખાવાથી કોરોનાનો ખતરો વધી જાય છે 
 
હકીકત - આ શ્વાસ સાથે જોડાયેલો વાયરસ છે અને આ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેને ચિકન, માછલી, મીટ ખાવાથી ફેલવાના કોઈ પુરાવા અત્યાર સુધી મળ્યા નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર