સમગ્ર વિશ્વમાં કોરોના ( Coronavirus ) ના પ્રસરેલા પ્રભાવને કારણે લાંબા સમય સુધી શાળા, કોલેજ અને ઓફિસનું કામ ( Work From Home ) ઘરે થી કરવામાં આવી રહી છે. જો કે, વધતા જતા કેસોમાં ઘટાડો થવાને કારણે મોટાભાગની ઓફિસો અને શાળાઓ ફરી ખુલી છે. બાળકોની વાત કરીએ તો, લગભગ ત્રણ વર્ષથી બાળકો શાળાને લગતી વસ્તુઓને ઘરેથી ઓનલાઈન ફોલો કરી રહ્યાં છે. મોટાભાગના વાલીઓ કોરોનાના ડરને કારણે બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી અને આવા બાળકોને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાના હોય છે. ભલે બાળકો ઘરે સુરક્ષિત હોય છતાં ઓનલાઈન ક્લાસીસ ( Online classes side effects )ના કારણે તેઓને અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.