બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરના ફેંસ માટે ખુશ ખબર છે. જી હા શાહિદ અને મીરા રાજપૂતના ઘરે નાનકડી પરી આવી છે. મીરા રાજપૂતે ગઈકાલે રાત્રે 8 વાગ્યે ખાર હિન્દૂજા હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. હોસ્પિટલ મુજબ શાહિદ કપૂરની પુત્રીનુ વજન 2.8 કિલોગ્રામ છે અને આ એક નોર્મલ ડિલીવરી છે.