અક્ષય કુમાર અને કેટરિના કૈફ કૌન બનેગા કરોડપતિના આગામી એપિસોડમાં

ગુરુવાર, 4 નવેમ્બર 2021 (11:53 IST)
કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepari 13) ના આગામી શાનદાર શુક્રવાર એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif)મહેમાન તરીકે જોવા મળશે. શોનો નવો પ્રોમો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં તમે જોશો કે, કેટરિના કંઈક એવું કહે છે ,કે બિગ પણ થોડીવાર માટે ચૂપ થઈ જાય છે.

અમિતાભ બચ્ચન કેટરીના(Katrina Kaif)ને શો માટે તેની તૈયારી વિશે પૂછે છે. તે કહે છે કે, તેણે કેટલાક ઇતિહાસ વિશે વાંચ્યું છે અને ભૂગોળનું થોડું જ્ઞાન મેળવ્યું છેતે જ સમયે, અક્ષય કહે છે કે, તે એવા પ્રશ્નો પર રમશે જેના જવાબો તે જાણે છે, પરંતુ કેટરીના અહીં જીતવા માટે આવી છે.
 
 કેટરિના જ્યારે શોના નિયમો વિશે કંઈ જાણતી નથી ત્યારે બિગ બી જે એક્સપ્રેશન આપે છે તે જોઈને દર્શકો અને અક્ષય કુમાર પણ હસવાનું રોકી શકતા નથી. આ પહેલા શોનો એક પ્રોમો આવ્યો હતો જેમાં કેટરીના બિગ બીને ડાન્સ સ્ટેપ્સ શીખવે છે. ડાન્સ શીખ્યા બાદ બિગ બી કેટરીનાના વખાણ કરતા કહે છે કે, “કેટરિના કૈફ જમણી બાજુ છે, તો કોણ તેનો ચહેરો છોડીને ડાબી બાજુ જોશે.”
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર