. એક્ટ્રેસ કાજોલે છેવટે પોતાના વાયરલ થયેલ બીફ ખાવાના વીડિયો પર પોતાનુ સ્પષ્ટીકરણ રજુ કર્યુ છે. કાજોલે ટ્વીટ કરી આ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમના વીડિયોમાં જે બીફની વાત કહેવામાં આવી છે તે મિસકમ્યૂનિકેશન હતુ. કાજોલે લખ્યુ કે આ ભેંસનુ માંસ હતુ, બીફ નહી. સોમવારે કાજોલે ટ્વીટ કર્યુ, 'એક મિત્રના ઘરે લંચનો મારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા કહેવામાં આવ્યુ છ કે ટેબલ પર એક બીફની ડિશ હતી. તે 'મિસકમ્યૂનિકેશન' હતુ જે બતાવવામાં આવ્યુ હતુ તે ભેંસનુ મીટ હતુ. જે ભારતમાં કાયદાના રૂપમાંથી ઉપલબ્ધ છે. હુ આ સ્પષ્ટીકરણ તેથી આપી રહી છુ કારણ કે આ એક સંવેદનશીલ મામલો છે અને તેનાથી ધાર્મિક ભાવનાઓને નુકશાન પહોંચી શકે છે. જે હુ નથી કરવા માંગતી.' ઉલ્લેખનીય છે કે કાજોર રવિવારે મુંબઈમાં પોતાના મિત્ર રેયાન સ્ટીફનની ત્યા હતી જ્યાથી તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
વાયરલ થયેલ આ વીડિયોમાં કાજોલ પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. કાજોલે આ પાર્ટીને ફેસબુક પર લાઈવ કરી હતી. ફેસબુક લાઈવમાં કાજોલ પોતાના મિત્ર રેયાન સથે વાતો કરી રહી છે. જેમા તે બતાવી રહી છેકે તેણે પાર્ટી માટે બીફનું વ્યંજન બનાવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો કાજોલના ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર હતો. પણ પછી કાજોલે તેને હટાવી લીધો.