Justin Bieber દ્વારા ભારત પ્રવાસ માટે કરવામાં આવેલી Demands જાણો છો ?
શુક્રવાર, 5 મે 2017 (19:05 IST)
કનાડાના પૉપ સેનસેશન 23 વર્ષના જસ્ટિન બીબર 10 મે ના રોજ ભારતમાં પરફોર્મ કરશે. આ કાર્યક્રમ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે. આવુ પહેલીવાર થશે જ્યારે બીબર ભારતની ધરતી પર પગ મુકશે. દેશના સંગીત પ્રેમીયો વચ્ચે બીબરના કાર્યક્રમને લઈને ખૂબ ઉત્સાહ છે. જસ્ટિન બીબરે ભારત પ્રવાસ માટે અનેક વિચિત્ર માંગ મુકી છે...
1. જસ્ટિન બીબર માટે 10 લકઝરી સેડાન કાર અને બે વોલ્વો બસની વ્યવસ્થા કરવાની છે. જેમા બીબરની ટીમના 120 લોકો મુસાફરી કરી શકે.
2. બીબર માટે એક પ્રાઈવેટ રોલ્સ રોયસ કારની માંગ કરવામાં આવી છે.
3. 24 કલાક મહારાષ્ટ્ર પોલીસ તરફથી ઝેડ લેવલ સુરક્ષા આપવાની છે. આ ઉપરાંત તેમની સાથે હંમેશા તેમના ખુદના 8 સિક્યોરિટી ગાર્ડ્સ રહેશે.
4. વિદેશથી 10 કંટેનરોમાં તેમના માટે ટેબલ ટેનિસ, ટેબલ પ્લેસ્ટેશન, સોફા સેટ, વોશિંગ મશીન, ફ્રીઝ, તિજોરીઓ, મસાજ ટેબલ આવશે.
5. બીબર માટે એક જકુજી (ન્હાવાનુ નાનુ સ્વીમિંગ પુલ) ની વ્યવસ્થા કરવાની છે. તેનો ઉપયોગ બીબર સ્ટેજ પર જતા પહેલા કરી શકે છે.
6. બે 5 સ્ટાર હોટલના કેટલાક ફ્લોર સંપૂર્ણ રીતે બીબર માટે બુક રહેશે. જેમા તે અને તેમની ટીમ જ ફક્ત રહી શકે છે.
7. તેમનુ એક પર્સનલ 1000 સ્કવેયર ફીટનુ સુઈટ ફરીથી તૈયાર કરવામાં આવશે. જે ફેશનમાં સિંપલ અને સુંદર રહેશે.
8. ટોપ ક્લાસ શેફ તેમને માટે રસોઈ તૈયાર કરશે. તેમની ચાર દિવસીય યાત્રા દરમિયાન તેમને પીરસવામાં આવનારા વ્યંજનો એવા હશે જેનુ નામ તેમના પ્રસિદ્ધ ગીતો પર આધારિત રહેશે.
9. તેમનો રૂમ સુંદર જાંબુડિયા રંગના ફૂલોથી સજાવવામાં આવશે કારણ કે જાંબુડી રંગ તેમને પસંદ છે.
10. હોટલ બીબરને પ્રાઈવેટ વીલામાં બદલી નાખવામાં આવશે. હોટલના ત્રણ ફ્લોર બીબર માટે બુક રહેશે.
11. યોગા અને મસાજની વિશેષ તૈયારી બીબર માટે કરવામાં આવશે. જેમા એસેંશિયલ ઓઈલ્સ, જેસ્મીન, મોગરા, ગુલાબ અને કપૂરની લાકડીઓનો ઉપયોગ વિશેષ રૂપે થશે. આ ઉપરાંત ચક્ર અને આસનો પર પુસ્તકો પણ બીબરના સૂઈટમાં રાખવામાં આવશે.
12. એક પર્સનલ મસાજ કરનારો વિશેષ રૂપે કેરલથી બીબર માટે બોલાવવામાં આવશે.
13. બીબરની તરત ઉઠનારી દેશ દર્શનની માંગને પૂર્ણ કરવા માટે એક પ્રાઈવેટ જેટ અને હેલીકોપ્ટર હંમેશા હાજર રહેશે.
14. બીબરે શાકભાજીઓ રૉજ સોસમાં પકવવા માટે ફળ કાપેલા હોવાની, ઓર્ગેનિક કેળાની અને બીજ રહિત દ્રાક્ષની માંગ કરી છે.
15. સ્નૈક માટે બીબર ને ઓર્ગેનિક ટર્કી, લેટુસ, કોલ્બાય અને પ્રોવોલોન ચીઝ, બ્લેક ઑલિવ અને બનાના પેપર આપવામાં આવે છે.
16. બૈકસ્ટેજ ડિમાંગમાં બીબર માટે વ્હાઈટ સ્લાઈસ્ડ બ્રેડ, પોટેટો ચિપ્સ, મિંટ અને વાટરમેલન ગમ, વ્હાઈટ ચેડાર પૉપકોર્ન, ડાર્ક ચોકલેટ વિથ સીસોલ્ટ, બદામ મેંથૉલ, વૉટરમેલન ગમ, વિનેગર ચિપ્સ, ઓર્ગેનિક ડ્રાઈડ ફ્રુટ, મગફળી અને ઑલ બેરિજ સીરિયલ માંગવામાં આવી છે.
17. આ ઉપરાંત મોટા પ્રમાણમાં સ્વીડિશ ફિશ, રિટજ બિટ્જ પીનટ બટર, ચીઝ સેંડવિચ અને હરીબો કોલ ગુમીજ પણ બીબરની માંગમાં સામેલ છે.
18. બીબરની માંગ મુજબ તેના રૂમના પડડા સંપૂર્ણ રીતે સફેદ હોવા જોઈએ. અહી એક મોટો ગ્લાસ ડોર રેફ્રીજરેટર, ક્લોદિંગ શેલ્વ્સ, આઠ પાવર આઉટલેટ અને 12 સફેદ રૂમાલ મુકેલા હોવા જોઈએ.
20. બીબર માટે 4 નેચરલ જ્યુસ અને 4 વેનિલા પ્રોટીન ડ્રિંક, બદામ દૂધ પણ હોવા જોઈએ.
બીબરની વિશેષ માંગ છે કે તેના ટૂર દરમિયાન લિલીના ફૂલોનો ઉપયોગ બિલકુલ ન કરવામાં આવે. આટલેથી જ તેમની માંગ પુરી થતી નથી. તેમની માંગની લિસ્ટમાં તેમની પસંદનુ ટી-શર્ટ અને ન ઑન અલ્કોહોલિક ડ્રિંક અને રૂમ બીબર. બીબરની વિશેષ માંગ છે કે તેમના ટૂર દરમિયાન લિલીના ફૂલોનો ઉપયોગ બિલકુલ ન કરવામાં આવે. તેમની માંગ અહી જ ખતમ થતી નથી તેમની લિસ્ટમાં તેમની લિસ્ટમાં રૂમ ફ્રેશનર્સનુ પણ મોટુ લિસ્ટ છે.