અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એ કપલમાંથી છે જેમની સૌથી વધુ ચર્ચા થાય છે. બંને હવે સાર્વજનિક રૂપે પોતાના પ્રેમનો એકરાર કરવા માંડી છે. જો કે પોતાના લગ્નને લઈને હજુ પણ તેમણે મૌન સેવ્યુ છે. ફિલ્મો સાથે પોતાની વ્યક્તિગત જીંદગીને લઈને ચર્ચા પામનારા અર્જુન કપૂર 26 જૂનના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. ચાલો જાણીએ તેમની લવ લાઈફ વિશે
સલમાનની બહેન સાથે ડેટ
અર્જુન કપૂરે વર્ષ 2012 માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શુ તમે જાણો છો કે તેમણે ફિલ્મોમાં પગ મૂકતા પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી હતી. તે સમયે અર્જુન 18 વર્ષના હતા અને તેનું વજન 140 કિલો હતું. અર્જુન અને અર્પિતા બે વર્ષ સીરિયસ રિલેશનશીપમા હતા. બ્રેકઅપ પછી તેમણે પોતાની ફિટનેસ અને વજન પર કામ કર્યું.
પાર્ટીઓ અને ઈવેંટ્સમાં થયા સ્પોટ
2016 થી મલાઈકા અને અરબાઝ ખાનના સંબંધો બગડવાના સમાચાર આવવા લાગ્યા. 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા. મલાઇકાના છૂટાછેડા પછી અર્જુન સાથે અફેરની ચર્ચા થવા માડી. બંને બોલીવુડમાં થનારી પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતા હતા. જોકે, ત્યાં સુધી તેઓએ તેમના સંબંધો વિશે કંશુ પણ કહ્યું નહોતુ.
સંબંધોનુ સન્માન
36 વર્ષીય અર્જુન કરતા મલાઈકા 11 વર્ષ મોટી છે. આ કારણે અનેકવાર તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ તેમને તેનાથી કોઈ ફરક નથી પડતો. પહિલ્મ કમ્પૈનિયનને આપેલ ઈંટરવ્યુમાં અર્જુન કપૂરે કહ્યુ હતુ કે હુ મારી પર્સનલ લાઈફ વિશે સાર્વજનિક વાત કરવાની કોશિશ નથી કરતો કારણ કે મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરનુ સન્માન કરવુ જોઈએ. ત્યા એક ગુજરેલો ભૂતકાળ છે.. નએ હુ એ સ્થિતિમાં રહ્યો છુ જ્યા મે વસ્તુઓને સાર્વજનિક રૂપે જોઈ છે અને આ હંમેશા ખૂબ સારુ નથી હોતુ, કારણ કે તેનાથી બાળકો પર અસર પડે છે. હુ કોશિશ કરુ છુ અને એક સન્માનજનક બાઉંડ્રી રાખુ છુ. હુ એ જ કરુ છુ જેમા તે સહજ હોય છે અને મારા કેરિયર મારા સબંધો પર નિર્ભર ન હોવુ જોઈએ. તેથી તમારે એક સીમા બનાવી રાખવી પડશે.