ફિલ્મમાં સની સિંહ પુનીત અને સોનાલી સાંઝનો રોલ પ્લે કરે છે. જે એક બીજાને પ્રેમ કરે છે. લાલી અને પિંકી જે એક સમયે સારી મિત્ર હતી હવે બંને વચ્ચે બિલકુલ બનતુ નથી. લાલીને ચિડાવવા માટે પિંકી સાંઝનુ લગ્ન તેને બતાવ્યા વગર અમીર પુત્ર સાથે નક્કી કરી દે છે. પિંકીની આ પ્લાનિંગને જોતા લાલી પણ પોતાના પુત્રનુ લગ્ન એક સમજદાર યુવતી સાથે કરવા માંગે છે.