અમદાવાદ્ છેલ્લા ઘણા દિવસોથી શાહરૂખ ખાનના ફેંસ તેમની આગામી ફિલ્મ 'જબ હૈરી મેટ સેજલ'ની રાહ જોઈ રહ્યા છે. ફિલમ્ની ટીમે પ્રચાર માટે પહેલા મિની ટ્રેલરની શ્રેણી લોંચ કરી. જેનાથી ફિલ્મના મૂડ અને વિષય વિશે થોડી-થોડી મહિતી દર્શકો સુધી પહોંચાડવામાં આવી. શાહરૂખ ફિલ્મમાં હૈરીનુ પાત્ર ભજવી રહ્યા છે. જ્યારે કે અનુષ્કા શર્મા સેજલની ભૂમિકામાં છે.
ફિલ્મને પ્રમોટ કરવા માટે અમદાવાદમાં બુધવારે એક કૉન્ટેસ્ટનુ આયોજન કરવામાં આવ્યુ. તેમા એક કે બે નહી પણ 7000 રિયલ સેજલને ભાગ લીધો. ઉલ્લેખનીય ફિલ્મને પ્રમોટ કરવા માટે એક નંબર શેયર કરવામાં આવ્યો હતો. નંબર સાથે લખેલા મેસેજમાં કહેવામાં આવ્યુ હતુ કે જે શહેરમાંથી સૌથી વધુ સેજલો ની મિસ્ડકૉલ આવશે ત્યા ફિલ્મનુ પ્રથમ ગીત રાધા રજુ કરવામાં આવશે. સેજલ ગુજરાતી નામ છે તેથી સૌથી વધુ મિસ્ડકૉલ ગુજરાતમાંથી જ આવ્યા અને હરીફાઈનુ આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યુ. તેમા 7000 સેજલે ભાગ લીધો.
કાર્યક્રમમાં સામેલ થવા શાહરૂખ અમદાવાદ ગયા અને લગભગ 7000 સેજલો સાથે મુલાકાત કરી. શાહરૂખ હંમેશા પોતાના ફેંસનો ખ્યાલ રાખે છે. ક્યારેક તેઓ ટ્વિટર પર લાઈવ થઈને ફેંસને જવાબ આપે છે તો ક્યારેક ફિલ્મ પ્રમોશન માટે ફેંસને મળવા પહોંચી જાય છે. આ વખતે તેમની જુદી જ ટ્રીક હતી. ફિલ્મની ટીમ આટલી બધી સેજલોને જોઈને ખૂબ ઉત્સાહિત છે. કારણ કે તેમના પ્રમોશનનો ફંડો પણ હિટ થયો. અહી શાહઓરોખ પણ આ બધાને મળીને ખૂબ ખુશ જોવા મળ્યા. તેમણે સૌથી સાથે થોડો સમય વિતાવ્યો અને તસ્વીરો પણ ખેંચાવી. ઈમ્તિયાજ અલી નિર્દેશિત આ ફિલ્મ 4 ઓગસ્ટના રોજ રજુ થશે.