Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની વધુ એક રાત જેલમાં વીતશે, જામીન મળી શક્યા નહી, હવે આવતીકાલે થશે સુનાવણી
ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન(Aryan Khan) ની જામીન અરજી પર સુનાવણી બુધવારે કોર્ટમાં ચાલી હતી. લાંબી સુનાવણી પછી, આ કેસની સુનાવણી ગુરુવારે પણ ચાલુ રહેશે. NCB આર્યન ખાનના જામીન આપવાનો વિરોધ કરે છે. એનસીબીએએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમાં NCB વતી કહેવામાં આવ્યું છે કે આર્યનની ભૂમિકા આરોપી અરબાઝ મર્ચન્ટની ભૂમિકાથી અલગ રીતે સમજી શકાય નહીં. આર્યન પાસેથી ભલે ડ્રગ્સ ન મળ્યો હોય પણ તે ડ્રગ પેડલરના સંપર્કમાં હતો.
અરબાઝ પાસેથી ન મળ્યો ડ્રગ્સ
આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતા કહ્યું કે તેમના ક્લાયન્ટ પાસેથી કોઈ ડ્ર્ગ્સ મળ્યુ નથી. તેમણે કહ્યું, “આ સમગ્ર મામલો 2 ઓક્ટોબરથી શરૂ થાય છે જ્યારે મારા ને ક્રુઝ શિપ પર બોલાવવામાં આવે છે. પ્રતીક ગાબાએ બોલાવ્યો હતો જે ઓર્ગેનાઈઝર નથી. ના તો તેમની ધરપકડ કરવઆમાં આવે ચે. કર્યો હતો કે કોણ આયોજક નથી, ન તો તેની ધરપકડ કરવામાં આવી છે. તેના કહેવા પર, મારા ક્લાયંટ ત્યા પહોંચ્યા. પરંતુ ચેકઈન કરતા પહેલા જ એનસીબીએ તેમને કસ્ટડીમાં લીધો. "