Aryan Khan Drug Case: આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (22:07 IST)
અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8 આરોપીઓને ક્રૂઝ શિપ ડ્રગ પાર્ટી કેસમાં મુંબઈની એક કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમજ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી હવે સ્પેશિયલ NDPS કોર્ટ કરશે. કોર્ટમાં સતીશ મણેશીંદેએ આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના કોર્ટના નિર્ણય બાદ તેણે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર કોર્ટે કહ્યું કે તેઓ આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે 11 વાગ્યે તેની સુનાવણી કરશે.
 
NCB એ આર્યન ખાન અને અન્ય 7 આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડીની માંગણી કોર્ટેને કરી હતી. તેમણે કહ્યું કે NCB હજુ પણ આ કેસમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે અને તેથી આ આરોપીઓનુ તેમની કસ્ટડીમાં રહે તે જરૂરી છે. કોર્ટના નિર્ણય બાદ હવે હાલ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં NCB ઓફિસમા જ રાખવામાં આવશે. કારણ કે આ સમયે કોઈ પણ જેલ નવા આરોપીઓને લેશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર