સેફે કરીના સાથે લગ્ન કર્યાની વાત નકારી

IFM
37 વર્ષીય ફિલ્મ અભિનેતા સેફ અલી ખાને આ વાતને નકારી કાઢી છે કે તેમને 27 વર્ષની કરીના કપૂર સાથે નિકાહ કરી લીધા છે.

મુંબઈના છાપામાં આ છાપવામાં આવ્યુ હતુ કે છ ફેબ્રુઆરીએ સેફ અલીએ એક મૌલવીની હાજરીમાં પોતાના નવા ઘરમાં બપોરે સાડા બાર વાગે વચન નિકાહ કર્યા. જેમાં બંનેએ એકબીજાને વીંટી પહેરાવી.

સેફના મુજબ તે સમયે અને તે દિવસે કરીના અને તેઓ એકબીજાથી 150 કિલોમીટર દૂર હતા. સેફના મુજબ તે અને કરીના આ સમયે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માંગે છે, અને ત્રણ-ચાર વર્ષ સુધી તેમનો લગ્નનો કોઈ ઈરાદો નથી.

વેબદુનિયા પર વાંચો