બોલીવુડ નિર્દેશક ઈમ્તિયાઝ અલી પોતાની આગામી ફિલ્મમાં કેટરીના અને દીપિકાને એક સાથે સાઈન કરી રહ્યા છે. સાંભળવા મળ્યુ છે કે દીપિકા પાદુકોણ રણબીર કપૂર સાથે રોમાંસ કરવા જઈ રહી છે. એ પણ કેટરીનાની હાજરીમાં. 'યે જવાની હૈ દિવાની'ની સક્સેસ પછી ઈમ્તિયાઝ અલીએ પોતાની આગામી ફિલ્મમાં રણબીર-દીપિકાને સાઈન કરી લીધા છે.
પરંતુ આમા એક મોટુ ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એ કે ઈમ્તિયાઝની ઈચ્છા છે કે ફિલ્મમાં રણબીર-દીપિકાની સાથે કેટરીના પણ હોય. શુ ફિલ્મ હશે... દીપિકાની સાથે કેટરીના એક જ ફિલ્મમાં, એક જ ફ્રેમમાં અને એ પણ એક જ બોયફ્રેંડ સાથે. સાંભળવામાં અશક્ય લાગે છે પણ ઈમ્તિયાઝ આ કરી બતાવશે. હવે તમે જ વિચારો કે કેટરીના કેવી રીતે સહન કરશે રણબીર તેની સામે દીપિકા સાથે રોમાંસ કરે. એ પણ ત્યારે જ્યારે કેટરીના-રણબીરના લગ્નની વાત ચર્ચાના ચગડોળે છે.
આમ પણ કેટરીના દીપિકાને કારણે ઈનસિક્યોર રહે છે. અહી સુધી કે આઈફામાં ભાગ લેવા ગયેલ કેટરીના ભારતથી રણબીર સાથે ગઈ હતી પણ ત્યાંથી એકલી પાછી ફરી. જેનુ કારણ દીપિકા હતી. એક પાર્ટીમાં રણબીર-દીપિકાની નિકટતાથી એટલી અકળાઈ ગઈ કે આઈફાને અધવચ્ચે છોડીને જ પરત ફરી. જો આવી પોઝીશનમાં ત્રણેય એકસાથે હશે તો બબાલ તો થશે જ...!!