ફિલ્મના શુટિંગ દરમિયાન કલાકારો ખાસ કરીને પોતાના મોબાઈલની સાથે ચિપકેલા રહે છે. જે કલાકારોનું અફેયર્સ ચાલતું હોય તે તો કલાકો સુધી પ્રેમી/પ્રેમિકાઓની સાથે મોબાઈલ પર ચિપકેલા રહે છે. બચારો નિર્દેશક તેમને ડિસ્ટર્બ કરવાની હિંમત પણ નથી જોડી શકતો અને તે રાહ જોતો રહે છે કે ક્યારે તે મોબાઈલ પર વાત કરવાની બંધ કરે અને ક્યારે તે શોટ ફિલ્માવે.
એક નાયકે તો હદ કરી દિધી હતી. ઉગતાં સુરજની સાથે તેનો શોટ લેવાનો હતો પરંતુ તે મોબાઈલ પર વાતો કરવામાં ખુબ મશગુલ થઈ ગયો અને સુરજ તો કોઈની પણ રાહ જોતો નથી તો નિર્દેશકે તે શોટ આગામી દિવસે લેવો પડ્યો હતો.
ઐશ્વર્યા રાય જેવા થોડાક કલાકાર પણ છે જે શુટિંગ દરમિયાન પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખે છે. ઐશ્વર્યાનું માનવું છે કે મોબાઈલને લીધે તે પોતાનું ધ્યાન અભિનય પર કેન્દ્રીત નથી કરી શકતી. મોબાઈલ પર ક્યારેય પણ ફોન આવી શકે છે અને તેને લીધે તેનું ધ્યાન ભંગ થાય છે. તે બ્રેક દરમિયાન જ પોતાનિ ફોન ઓન કરીને જરૂરી વાતચીત કરવાનું યોગ્ય માને છે.
ઐશ્વર્યાની આ આદતને લીધે તેની સાથે કામ કરનાર નિર્દેશકો ઘણાં ખુશ રહે છે. આશા રાખવી જોઈએ કે ઐશ્વર્યાથી પ્રેરણા લેતા કલાકારો પણ ઐશ્વર્યાની આ વાતનું અનુસરણ કરે.