આ રીતે આપવુ સૂર્ય દેવતાને અર્ધ્ય આ નિયમોની સાથે આપો સૂર્યને અર્ધ્ય
રવિવાર, 9 મે 2021 (16:10 IST)
સૂર્યને જળ અર્પિત કરવાના નિયમ છે. તેના માટે નિયમોના પાલન કરતા જ સૂર્યને અર્ધ્ય આપવાથી આરોગ્યની સાથે સુખ-સમૃદ્ધિ પણ મળે છે. તેના માટે તમને સવાર જલ્દી ઉઠવુ જોઈએ.
જ્યારે સૂર્ય ઉદય થાય તેના એક કલાક પછી સુધી તમે પણ સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવા માટે જાવ. સૂર્યને જળ આપવાથી પહેલા જળમાં ચપટી રોળી કે લાલ ચંદન મિક્સ કરો અને લાલ ફૂલની સાથે જળ
આપો. ફકત જળથી ક્યારે પણ સૂર્યને જળ ન આપવું. આ વાતની કાળજી રાખો કે જે સૂર્યને તમે જળ આપી રહ્યા છો તે નાળીમાં વહીને ન જાય. તેથી સાફ અને મોટી જગ્યા પર સૂર્યને જળ આપો.
સૂર્યને જળ આપતા સમયે મોઢુ પૂર્વ દિશાની તરફ હોવો જોઈએ. જો ક્યારે આવુ હોય કે સૂર્ય ન જોવાય તો તે દિશાની તરફ મોઢું કરીને જ જળ અર્ધ્ય આપો.
આ મંત્રોના જાપથી સૂર્ય અર્ધ્યના સમયે સારું રહે છે.