11+ Cough and Cold Health tips- શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (00:48 IST)
ચોમાસું હોય કે શિયાળા શરદી-ઉંઘરસ થવું એક સામાન્ય વાત છે. શરદી અને ત્વચાની સારવાર, નાસ કે વરાળ લેવું એક સરસ ઉપાય છે. વગર કોઈ સાઈડ ઈફેક્ટના, ઘણા સ્વાસ્થય અને આરોગ્યના ફાયદા તમને જરૂર ખબર હોવી જોઈએ નાસ કે વરાળ લેવાના આ 5 ચમત્કારિક ફાયદા 
 
1. શરદી-ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં વરાળ લેવી એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતું કફ પણ સરળતાથી નિકળી જાય છે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહી થશે. 
 
2. ત્વચાની ગંદગીને હટાવીએ અંદર સુધી ત્વચાની સફાઈ કરવા અને ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવું સારું ઉપાય છે. વગર કોઈ મેકઅપ પ્રોડ કટ ઉપયોગ કરી આ ઉપાય તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે. 
 
3. ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ ભાપ લેવું એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. ત્વચામાં ભેજ પણ જાણવી રહે છે. 
 
4. જો ચેહરા પર ખીલ છે, તો ચેહરાને નાસ આપો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે. 
 
5. અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ભાપ લેવું ફાયદાકારી સિદ્ધ હોય છે. ડાક્ટર્સ એવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે. જેનાથી દર્દીને રાહતની શ્વાસ મળી શકે.
શિયાળાની સીઝનમાં શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
1. ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે.

2. કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો.

3. ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે.
4. શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે.
5. જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી - ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે.
6. શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર