જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 5/07/2018
ગુરુવાર, 5 જુલાઈ 2018 (00:03 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 5 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો જન્મ 5 તારીખે થયો છે. 5નો મૂલાંક પણ 5 પણ હોય છે. આવી વ્યક્તિ મોટાભાગે મિતભાષી હોય છે. કવિ. કલાકાર અને અનેક વિદ્યાઓના માહિતગાર હોય છે. તમારી અંદર ગઝબનું આકર્ષણ શક્તિ હોય છે. તમારી અંદર બીજાને પોતાના બનાવી દેવાના વિશેષ ગુણ હોય છે. અજાણ્યા વ્યક્તિ ની મદદ માટે પણ તમે સદૈવ તૈયાર રહે છે. તમારી અંદર કોઈપણ પ્રકારનુ પરિવર્તન કરવુ મુશ્કેલ છે. અર્થાત જો તમે સારા સ્વભાવના વ્યક્તિ ચ હો તો તમારી કોઈપણ ખરાબ સોબત બગાડી નથી શકતી. જો તમે ખરાબ આચરણના છો તો દુનિયાની કોઈપણ તાકત તમને સુધારી નથી શકતો. પણ સામાન્ય રીતે 5 તારીખના રોજ જન્મેલા વ્યક્તિ સૌમ્ય સ્વભાવના જ હોય છે.
શુભ તારીખ : 1, 5, 7, 14, 23
શુભ અંક : 1, 2, 3, 5, 9, 32, 41, 50
શુભ વર્ષ : 2030, 2032, 2034, 2050, 2059, 2052
ઈષ્ટદેવ - દેવી મહાલક્ષ્મી. ગણેશજી. માં અંબે
શુભ રંગ : ગ્રીન. ગુલાબી. જાંબલી. ક્રીમ
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 5 નો સ્વામી બુધ છે. બીજા વર્ષનો મૂલાંક પણ 5 છે. આ વર્ષ તમારે માટે સફળતાઓથી ભરેલુ રહેશે. અત્યાર સુધી આવી રહેલ મુશ્કેલીઓ પણ આ વર્ષ દૂર થતી જોવા મળશે. પરિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષ તરફથી ખુશખબર આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ વર્ષ ચોક્કસ સફળતાઓથી ભરેલુ રહેશે. દાંમ્પત્ય જીવનમાં મધુર વાતાવરણ રહેશે. અવિવાહિત પણ લગ્નના બંધનમાં બંધાશે. વેપાર વ્યવસાયમાં પ્રગતિથી પ્રસન્નાતા રહેશે.