આજે હનુમાન જયંતી, રસીલુ બનારસી પાન ચઢાવીને માંગી લો મનભાવતું વરદાન

બુધવાર, 8 એપ્રિલ 2020 (00:41 IST)
જયશ્રીરામ, જય અંજની પુત્ર હનુમાન... ચિરંજીવી દેવ અતુલ બલશાલી રામભક્ત હનુમાનની કૃપા મેળવા માટે સાચ મનથી તેમની અર્ચના-આરાધના કરવી જોઈએ. આવો જાણીએ હનુમંત કૃપા મેળવાના સરળ ઉપાય... 
 
હનુમાન જયંતી પર પીપળના 11 પાનનો  ઉપાય અજમાવું જોઈએ. બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવો. ત્યારબાદ નિત્ય કર્મથી નિવૃત હોઈ કોઈ પીપળના ઝાડથી 11 પાન તોડી લો. ધ્યાન રાખો,  પાન પૂરા હોવા જોઈએ ક્યાંથી તૂટેલા કે ખંદિત નહી હોય. 11 પાન પર સાફ જળમાં કંકુ અષ્ટગંધ કે ચંદન મિક્સ કરી તેનાથી શ્રીરામનો નામ લખવું. આ માળાને કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈ ત્યાં બજરંગબળીને અર્પિત કરવું. 
 
બનારસી પાન ચઢાવો- હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને બનાવેલુ બનારસી પાન ચઢાવવું જોઈએ. બનારસી પાનના પાન ચઢાવવાથી હનુમાનજીની કૃપા મળે છે. 
 
જે ભક્ત રામાયણ કે રામચરિત માનસનો પાઠ કરે છે કે તેના દોહા દરરોજ વાંચે છે, તેને હનુમાનજીનો ખાસ સ્નેહ મળે છે. હનુમાન જયંતીને સાંજના સમયે હનુમાનજીને કેવડાનો ઈત્ર કે ગુલાબની માળા ચઢાવો. હનુમાનજીને ખુશ કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. 
 
હનુમાનજીને આ ખાસ પાન અર્પિત કરવાથી જીવનની દરેક સમસ્યાનો નાશ હોય છે. 
 
કેવી રીતે બનાબી હનુમાનજી માટે ખાસ પાન- આ પાનમાં માત્ર કત્થા, ગુલકંદ, વરિયાળી, નારિયળના ભૂકો અને સુમન કતરી નખાવો. આ પાન એકદમ તાજું, મીઠા અને રસભર્યું હોવું જોઈએ. ધ્યાન રાખો કે પાનમાં ચૂનો, તંબાકૂ અને સોપારી નહી નાખવી છે. 
 
કેવી રીતે કરીએ હનુમાનજીને પાન અર્પણ - વિધિ-વિધાનથી પૂજન કર્યા પછી હે હનુમાનજી. આ મીઠા પાન અર્પણ છે મારા જીવનમાં મિઠાસ ભરી નાખો. 
 
હનુમાનજીને આ બોલીને અર્પણ કરાય તો બજરંગબલીની કૃપાથી થોડા જ દિવસોમાં દરેક સમસ્યા દૂર થઈ જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર