લોકસભા ચૂંટણી-2019નું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 20 રાજ્ય (અને કેન્દ્રશાસિત પ્રદેશ)ની 91 બેઠક ઉપર ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, સિક્કિ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં મતદાન થઈ રહ્યું છે.
- 91 બેઠક માટે લગભગ 1300 ઉમેદવારો ભાગ્ય અજમાવશે.
- ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સના તારણ પ્રમાણે તેલંગાણાની ચેવેલા બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર કે.વી. રેડ્ડી સૌથી - ધનિક ઉમેદવાર છે. તેમણે કુલ રૂ. 895 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
- રેડ્ડીનાં પત્ની સંગીતા ઍપોલો હૉસ્પિટલ્સમાં જૉઇન્ટ ડાયરેક્ટર છે.
- આ ચૂંટણી દરમિયાન 23 ઉમેદવારોએ 'કોઈ સંપત્તિ નહીં' હોવાનું જાહેર કર્યું છે.
- ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, લગભગ 90 કરોડ મતદારો નોંધાયેલા છે.
- જે ગત વખતની ચૂંટણી કરતાં આઠ કરોડ 40 લાખ મતદારોનો વધારો સૂચવે છે.