ચક્રવાત લેકિમા : ચીનની રાજધાની શાંઘાઈ પર ખતરો, 10 લાખ લોકોનું સ્થળાંતર

રવિવાર, 11 ઑગસ્ટ 2019 (09:37 IST)
ચીનમાં ચક્રવાત લેકિમાને પગલે અત્યાર સુધી 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ચીનના મીડિયાના જણાવ્યા મુજબ ચક્રવાત લેકિમાને પગલે ભૂસ્ખલન થતાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે અન્ય 10 હજી લાપતા છે.
ભૂસ્ખલનની ઘટના વેન્ઝો પ્રાંતમાં બની છે એમ ચીનનું સ્ટેટ મીડિયા જણાવે છે.
ચક્રવાત લેકિમા ઝિઆંગ પ્રાંતથી પસાર થઈ રાજધાની શાંધાઈ તરફ ત્રાટકે તેવી શક્યતા છે. આને પગલે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજધાની શાંધાઈની વસતી 20 મિલિયન છે.
ચક્રવાતને પગલે તૂટી પડેલી ઇમારતોમાંથી લોકોને બચાવી લેવાની તેમજ બચી ગયેલા લોકોની શોધખોળની કામગીરી ઇમરજન્સી ટુકડીઓ કરી રહી છે.
ચક્રવાત લેકિમાને પગલે 1000થી વધારે ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને રેલ્વે સેવાને પણ બંધ કરવામાં આવી છે.
શાંધાઈ ડિઝનીલૅન્ડને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
 
ચક્રવાત લેકિમા શાંધાઈમાં ત્રાટકે ત્યાં સુધી નબળો પડવાની શક્યતા છે પરંતુ તે છતાં તે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જી શકે છે.
શાંધાઈમાં 2,50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો ઝિઆંગ પ્રાંતમાં 8,00,000 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભારે પવનને પગલે વીજળીના તારો ખોરવાઈ જતા 27 લાખ ઘરોમાં અંધારપટ છવાયો છે એવું ચીનનું સ્ટેટ મીડિયા જણાવે છે.
ઝિનુહા ન્યૂઝે કહ્યું કે આ વર્ષનો આ નવમો ચક્રવાત છે પરંતુ સૌથી વિનાશક છે. શરૂઆતમાં તેને અતિવિનાશક ચક્રવાતની ગણાવાયો હતો પંરતુ હવે તેને ઑરેન્જ સ્તરની ચેતવણી ગણાવાય છે.
ચીનના હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતની ઝડપ 187 કિલોમિટર પ્રતિ કલાક હતી.
આ ચક્રવાત ચીનમાં તાજેતરમાં આવેલા 6 ભૂકંપ પછી આવ્યો છે અને નિષ્ણાતો માને છે કે જમીની હલચલ અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની શક્યતાઓ વધી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર