સીએમ યોગી આદિત્યનાથ પાકિસ્તાન સાથે 155 દેશની નદિઓના જળથી કરશે રામલલાનુ અભિષેક આ દિવસે થશે ભવ્ય આયોજન

શુક્રવાર, 7 એપ્રિલ 2023 (11:09 IST)
Jalabhishek of Ram Lalaઅયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ કાર્ય જોર પર છે અને તેનો સ્વરૂપ પણ જોવા જેવો છે. નિર્માણ કાર્યના દરમિયાન જ શ્રીરામ જન્મભૂમિ મંદિરના જળાભિષેકની તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશ જ નહી દુનિયા ભરની નદીઓ અને સમુદ્રના જળથી અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં અભિષેક કરાસે. તેને ભવ્ય અને યાદગાર બનાવવા માટે મોટા કાર્યક્રમની તૈયારી છે. 
 
ઉત્તર પ્રદેસના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલને 155 દેશની નદીઓના જળથી રામ લલાનુ અભિષેક કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયએ કહ્યુ કે વિજય જૌલીના નેતૃત્વમાં એલ ટીમ 155 દેશની નદીઓના પાણી, યુપીના સીએમ યોગી આદિત્યનથને સોંપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સીએમ યોગી આદિત્યનાથ 23 એપ્રિલને મનીરામ દાસ છાવની સભાગારમાં જળ કળશની પૂજા કરશે. 
 
દિલ્હીના એક ગેરસરકારી સંસ્થા દિલ્હી સ્ટડી ગ્રુપના વર્ષ 2020માં જળ એકત્ર કરવાની આ મુહિમની શરૂઆત કરી હતી. આ સંસ્થાના અધ્યક્ષ દુલ્હીના પૂર્વ ભજપા વિધાયક વિજય જૌલી છે. હવે જ્યારે દુનિયા ભરની નદીઓના જળ એકત્ર થઈ ગયો છે તો શ્રીરામ જન્મભૂમિ મંદિરનુ જળાભિષેક કરવાથી પહેલા વિજય જૌલી ગુરૂવારે અયોધ્યા પહોંચશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર